Reliance Jio લાવ્યું 2 નવા મજબૂત પ્લાન, 225GB ડેટા, SMS અને અનલિમિટેડ કોલ - reliance jio cheapest plan recharge of rupees 899 active sim for 3 months sms voice call data internet all free | Moneycontrol Gujarati
Get App

Reliance Jio લાવ્યું 2 નવા મજબૂત પ્લાન, 225GB ડેટા, SMS અને અનલિમિટેડ કોલ

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ તાજેતરમાં 2 નવા મોબાઈલ પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. Jioએ આ પ્લાન્સ એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લોન્ચ કર્યા છે જેઓ વધુ મોબાઈલ ડેટાનો ઉપયોગ કરે છે. પ્રથમ પ્લાન 2.5GB ડેટા સાથે આવે છે. પહેલા પ્લાનમાં ગ્રાહકોને 30 દિવસની વેલિડિટી મળી રહી છે.

અપડેટેડ 05:26:38 PM Jan 21, 2023 પર
Story continues below Advertisement

Reliance Jio Prepaid Plan: ટેલિકોમ કંપની Reliance Jio એ તાજેતરમાં 2 નવા મોબાઈલ પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. Jioએ આ પ્લાન્સ એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લોન્ચ કર્યા છે જેઓ વધુ મોબાઈલ ડેટાનો ઉપયોગ કરે છે. પહેલો પ્લાન 2.5GB ડેટા સાથે આવે છે. પહેલા પ્લાનમાં કસ્ટમર્સને 30 દિવસની વેલિડિટી મળી રહી છે. તે જ સમયે, બીજા પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળી રહી છે. ચાલો જાણીએ આ બે નવા પ્લાનના ફાયદાઓ વિશે.

Reliance Jio રૂ 899 રિચાર્જ પ્લાન (Reliance Jio Rupees 899 Plan)
Jioના 899 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં કસ્ટમર્સને દરરોજ 2.5 GB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 3 મહિના એટલે કે 90 દિવસની છે. એટલે કે આ પ્રીપેડ પ્લાનમાં કસ્ટમર્સને 90 દિવસ માટે કુલ 225GB ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMS સેવા મફતમાં મળશે. આ સાથે કસ્ટમર્સને Jioની OTT એપ્સની સેવા પણ મળશે. આ સાથે કસ્ટમર્સ 5G ડેટા સેવા પણ લઈ શકે છે.

Reliance Jio રૂ 349 રિચાર્જ પ્લાન (Reliance Jio Rupees 349 Plan)
Jioના 349 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં કસ્ટમર્સને દરરોજ 2.5 GB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. એટલે કે આ પ્રીપેડ પ્લાનમાં કસ્ટમર્સને 30 દિવસમાં કુલ 75GB ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMS સેવા મફતમાં મળશે. આ સાથે કસ્ટમર્સને Jioની OTT એપ્સની સેવા પણ મફતમાં મળશે.

આ પ્લાન કામે આવશે
Jioના જે કસ્ટમર્સ વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, તે કસ્ટમર્સ માટે આ પ્લાન બેસ્ટ છે. ખાસ વાત એ છે કે આ પ્લાન 28 દિવસ કે 56 દિવસની વેલિડિટી સાથે નથી આવતા પરંતુ આખા મહિનાની વેલિડિટી સાથે આવે છે.

આ પણ વાંચો - એરટેલ કસ્ટમર્સ માટે ખરાબ સમાચાર! મોબાઈલ પ્રીપેડ પ્લાનની કિંમતોમાં થઇ શકે છે વધારો


MoneyControl News

MoneyControl News

First Published: Jan 21, 2023 11:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.