FIXED DEPOSIT: સિનિયર સિટીઝન્સને આ વિશેષ FD પ્લાનમાં નાણાંનું કરી શકે છે રોકાણ, વધુ વ્યાજનો મળશે લાભ
Senior Sitizens FD: કોવિડ દરમિયાન, ઘણી બેન્કોએ વડીલ કસ્ટમર્સ માટે વરિષ્ઠ નાગરિકો માટે ઘણી વિશેષ ફિક્સ ડિપોઝિટ પ્લાન શરૂ કર્યા હતા. આ પ્લાનમાં, તે વડીલ કસ્ટમર્સ કે જેઓ 5 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે FD ખોલે છે તેઓને વધુ વ્યાજનો લાભ મળે છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે કેટલીક બેન્કોની વિશેષ ફિક્સ ડિપોઝિટ પ્લાન પર નજર કરીએ.
FIXED DEPOSIT: વરિષ્ઠ નાગરિકો માટે ઘણી વિશેષ ફિક્સ ડિપોઝિટ પ્લાન શરૂ કર્યા છે.
FIXED DEPOSIT: ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD એ રોકાણ અને બચત માટે સૌથી વધુ પસંદગીના અને સારા વિકલ્પોમાંથી એક માનવામાં આવે છે. કોવિડ દરમિયાન, ઘણી બેન્કોએ વડીલ કસ્ટમર્સ માટે વરિષ્ઠ નાગરિકો માટે ઘણી વિશેષ ફિક્સ ડિપોઝિટ પ્લાન શરૂ કરી હતી. આ પ્લાનમાં, તે વડીલ કસ્ટમર્સ કે જેઓ 5 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે FD ખોલે છે તેઓને વધુ વ્યાજનો લાભ મળે છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે કેટલીક બેન્કોની વિશેષ ફિક્સ ડિપોઝિટ પ્લાન પર નજર કરીએ.
SBI WeCare સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તેના વડીલ કસ્ટમર્સને SBI VCare સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ ઓફર કરે છે. આમાં, તમને 5 વર્ષ અને તેથી વધુ સમયગાળા માટે FD પર 50 bps નું વધારાનું પ્રીમિયમ ચૂકવવામાં આવશે. હાલમાં, આ FD રોકાણકારોને 7.50 ટકાના દરે વ્યાજનો લાભ આપે છે.
HDFC સિનિયર સિટિઝન્સ કેર FD
HDFC બેન્ક તેના વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધીના કાર્યકાળ માટે 25 bps નું વધારાનું પ્રીમિયમ ઓફર કરે છે. HDFC બેન્ક વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષ અને 1 દિવસથી 10 વર્ષ સુધીના કાર્યકાળ માટે 7.75% વ્યાજ દર ઓફર કરે છે. આ યોજના 7મી નવેમ્બર 2023 સુધી માન્ય છે.
ICICI બેન્ક ગોલ્ડન યર્સ FD
ICICI બેન્ક વરિષ્ઠ નાગરિકો માટે 5 વર્ષ અને 1 દિવસથી 10 વર્ષ સુધીના કાર્યકાળ માટે હાલના 50 bps વધારાના વરિષ્ઠ નાગરિક FD દર કરતાં 10 bps વધારાના વ્યાજ દર ઓફર કરે છે. હાલમાં, વરિષ્ઠ નાગરિકો ICICI બેન્ક ગોલ્ડન યર્સ એફડીમાં રોકાણ કરીને 7.5 ટકાના દરે વ્યાજ મેળવી શકે છે. આ યોજના 31 ઓક્ટોબર 2023 સુધી માન્ય છે.
IDBI સ્પેશિયલ FD સ્કીમ
વરિષ્ઠ નાગરિકો માટે આ ત્રણ વિશેષ એફડી પ્લાન ઉપરાંત, IDBI બેન્કે માત્ર મર્યાદિત સમયગાળા માટે વિશેષ FG યોજના પણ શરૂ કરી છે. IDBIની "અમૃત મહોત્સવ FD" 30 સપ્ટેમ્બર, 2023 સુધી 375 દિવસ અને 444 દિવસ માટે માન્ય છે.