બજાર » સમાચાર » તમારા પૈસા

પંજાબ નેશનલ બેન્કમાં FD કરવું છે પ્લાન, પહેલા જાણી લો કેટલું મળી રહ્યું છે વ્યાજ

પીએનબી વિવિધ સમયગાળાની એફડી પર અલગ-અલગ દરથી વ્યાજ આપી રહ્યા છે.
ના રોજ પ્રકાશિત Wed, 22, 2021 પર 17:51  |  સ્ત્રોત : Moneycontrol.com

PNB Fixed Deposit: પંજાબ નેશનલ બેન્ક (PNB)એ ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit)ના વ્યાજ દરમાં સુધારો કર્યો છે. પીએનબી FD પર આ સમયે 5.25 ટકા સુધી વ્યાજ આપી રહ્યા છે. તમે 7 દિવસથી 10 વર્ષ સુધી FD ખરીદી શકો છો. બેન્ક હાલમાં 7 થી 45 દિવસની FD પર 2.9 ટકા વ્યાજ આપી રહી છે. પીએનબી વિવિધ સમયગાળાની એફડી પર અલગ-અલગ વ્યાજ આપી રહ્યા છે.


PNB ફિક્સ્ડ ડિપૉઝિટ પર આટલું આપી રહ્યા છે વ્યાજ


7 થી 45 દિવસની એફડી પર વ્યાજ - 2.9%


46 થી 90 દિવસની એફડી પર વ્યાજ - 3.25%


91 થી 179 દિવસની એફડી પર વ્યાજ - 3.80%


180 દિવસથી 270 દિવસ સુધીની એફડી પર વ્યાજ - 4.4%


271 દિવસ કે તેથી વધુ પરંતુ 1 વર્ષથી ઓછું વ્યાજ - 4.4%


1 વર્ષની એફડી પર વ્યાજ - 5%


1 વર્ષ થી વધારે અને 2 વર્ષના એફડી પર વ્યાજ - 5%


2 વર્ષ થી વધારે અને 3 વર્ષના એફડી પર વ્યાજ - 5.10%


3 વર્ષ થી વધારે અને 5 વર્ષના એફડી પર વ્યાજ - 5.25%


5 વર્ષ થી વધારે અને 10 વર્ષના એફડી પર વ્યાજ - 5.25%


સીનિયર સીટીઝન એટલું મળી રહ્યું છે વ્યાજ


સીનિયર સીટીઝનને 2 કરોડની FD પર 0.50 ટકા વધુ વ્યાજ મળશે. વર્તમાન દરો કરતાં 0.50 ટકા વધુ વ્યાજ સીનિયર સીટીઝનને મળશે. સીનિયર સીટીઝનને 7 દિવસથી 10 વર્ષ સુધીની એફડી પર 3.40 ટકા થી 5.75 ટકા સુધી વ્યાજ મળશે.