સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ -
CLSA On Banks -
સીએલએસએ બેન્કિંગ સેક્ટર પર આવનાર અમુક ત્રિમાસિકમાં NIM નોર્મલાઈઝ થવાની અપેક્ષા રાખી છે. આગળ તેમણે કહ્યુ કે 6-12 મહિનામાં સેક્ટર આઉટ પર્ફોમ કરી શકે. સેક્ટર માટે રિસ્ક રિવોર્ડ સુધર્યો છે. લાર્જ કેપ ફાઇનાન્સિયલ્સમાં માત્ર બજાજ ફાઇનાન્સ માટે ચિંતા જતાવી છે.
Jefferies On Voltas -
જેફરીઝે વોલ્ટાસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ય ₹1,050 પ્રતિ શેર નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે IMD દ્વારા 2023 ની પ્રથમ હીટ વેવ ચેતવણી રજુ કરી છે. કૉમોડિટીની કિંમતો ઘટવાની અસર પ્રાઈસિંગ પર નથી જોવા મળી. આગળ વોલ્યુમ અને માર્જિન સુધરવાની આશા જતાવી છે.
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર
UBS On Maruti -
યુબીએસ એ મારૂતિ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ય ₹12,600 પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમણે આગળ કહ્યુ કે કંપનીની SUV અપીલમાં વધારો જોવા મળશે. ગ્રાહકો ડીઝલ પોસ્ટ RDE થી દૂર જઈ શકે છે. પેટ્રોલ પર પ્રાઈસિંગ એક્શન પોઝિટીવ દેખાય રહી છે. ડીઝલ કરતા મજબૂત હાઇબ્રિડ કમ્પેલિંગ લાગી રહ્યા છે.
MS On Torrent Power -
મોર્ગન સ્ટેનલીએ ટોરેન્ટ પાવર પર ઈક્વલ વેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹510 પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બિઝનેસના ફંડામેન્ટલ પર મટેરિયલ ઇમ્પેક્ટ નથી જોઈ રહ્યા. ફ્રેન્ચાઇઝ બિઝનેસ ઓફસેટમાં AT&C નુકસાનમાં સુધારો દેખાય રહ્યો છે.
Jefferies On Prestige Est -
જેફરીઝે પ્રેસ્ટીજ એસ્ટેટ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ય ₹550 પ્રતિ શેર નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે FY26 સુધી ઓવરઓલ સેલ્સ બેગણો થવાની અપેક્ષા છે. અનફોલ્ડિંગ સાયકલમાં સફળતા મજબૂત વળતર આપી શકે છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)