નિર્મલા સીતારમણના બજેટમાં આ 8 બાબતો પર રહેશે સૌથી વધુ ફોકસ, શું તમે પણ આ બદલાવની રાખો છો અપેક્ષા? - budget 2023 wishlist people eyes will be on these eight points do you also expect these changes | Moneycontrol Gujarati
Get App

નિર્મલા સીતારમણના બજેટમાં આ 8 બાબતો પર રહેશે સૌથી વધુ ફોકસ, શું તમે પણ આ બદલાવની રાખો છો અપેક્ષા?

Budget 2023 Wishlist: કેન્દ્રીય બજેટ 2023 પર અપેક્ષાઓ વધુ છે કારણ કે તે 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ છે. આવકવેરામાં રાહત આપવાની સાથે સરકાર રોજગારીની તકો વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે મોટા પગલા લઈ શકે છે.

અપડેટેડ 02:19:01 PM Jan 27, 2023 પર
Story continues below Advertisement

Budget 2023 Wishlist: કેન્દ્રીય બજેટ 2023માં લોકોનો ઇન્ટ્રેસ વધુ જોવા મળી રહ્યો છે. કારણ કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. તેથી જ દરેકને કરદાતાઓ, રોકાણકારો, પગારદાર વર્ગ, ઉદ્યોગો પાસેથી પોતાની અપેક્ષાઓ હોય છે. કૃષિ ક્ષેત્ર ખાસ કરીને ખેડૂતોને આશા છે કે સરકાર તેમની આવક વધારવા માટે બજેટમાં મોટી જાહેરાતો કરશે. યુવાનો બજેટમાં રોજગારીની તકો વધારવાના પગલાંની રાહ જોઈ રહ્યા છે. શેરના રોકાણકારો લાંબા ગાળાના મૂડી લાભના નિયમોમાં ફેરફારની રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. અમે તમને એવી 8 બાબતો જણાવી રહ્યા છીએ, જેની જાહેરાત થવાની સૌથી વધુ અપેક્ષા છે.

1. કેપિટલ ગેઈન ટેક્સ (Capital Gains Tax)
મૂવેબલ અને જંગમ મિલકતના વેચાણથી થયેલા નફા પર કેપિટલ ગેઇન ટેક્સ વસૂલવામાં આવે છે. સ્થાવર મિલકત એટલે ઘર, જમીન વગેરે. જંગમ અસ્કયામતો એટલે શેર, મ્યુચ્યુઅલ ફંડ એકમો વગેરે. હાલમાં, વિવિધ અસ્કયામતો માટે કેપિટલ ગેઈન ટેક્સના નિયમો અલગ-અલગ છે. તેનાથી લોકોમાં કેપિટલ ગેઈન ટેક્સ અંગે મૂંઝવણ ઊભી થાય છે. આ વખતે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર કેપિટલ ગેઈન ટેક્સના નિયમોને હળવા કરવા માટે કેન્દ્રીય બજેટ 2023માં જાહેરાત કરશે.

2. ઇન્ડીવિજ્યુઅલ ઇન્કમટેક્સ (Individual Income Tax)
વધતી જતી મોંઘવારીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમની મુશ્કેલીઓને અમુક અંશે દૂર કરી શકે છે. વ્યક્તિગત આવકવેરાના નિયમોને સરળ, પારદર્શક બનાવવાની સાથે સાથે તે ઓછી આવક ધરાવતા લોકો માટે ટેક્સ રેટ ઘટાડી શકે છે. સરકારે બે-ત્રણ વર્ષ પહેલા નવી ટેક્સ વ્યવસ્થા દાખલ કરી હતી. પરંતુ, તે બહુ ફાયદાકારક નથી. આના પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

3. કેપિટલ એક્સપેંડિચર (Capital Expenditure)
કેન્દ્રીય બજેટ 2023માં સરકાર મૂડી ખર્ચ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તે ખાનગી રોકાણ વધારવાના પગલાંની પણ જાહેરાત કરી શકે છે. ગયા બજેટમાં પણ સરકારે તેના મૂડી ખર્ચમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ખાસ કરીને રસ્તાઓ સહિતની માળખાકીય સુવિધાઓ પાછળનો ખર્ચ વધી ગયો હતો. મૂડી ખર્ચમાં વધારો થવાથી રોજગારીની નવી તકો ઊભી કરવામાં મદદ મળે છે.

4. ફિસ્કલ ડેફિસિટ (Fiscal Deficit)
આ વખતે સૌથી વધુ નજર આ આંકડા પર રહેશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ સરકારના નાણાકીય સ્વાસ્થ્યને ઠીક કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેને ફિસ્કલ કોન્સોલિડેશન કહેવામાં આવે છે. આ નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધ 6.4 ટકા રહેવાની ધારણા છે, જે સરકારના અંદાજ જેટલી જ છે. સરકાર નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધ ઘટાડીને 4.5 ટકા કરવા માંગે છે.


5. ફૂડ સબસિડી બિલ (Food Subsidy Bill)
કેન્દ્રીય બજેટ 2023માં લોકો ફૂડ સબસિડીના ડેટા પર પણ નજર રાખશે. કોરોના મહામારી દરમિયાન આર્થિક રીતે નબળા વર્ગના લોકોને રાહત આપવા માટે સરકારે ફ્રી-ફૂડ સ્કીમ શરૂ કરી હતી. તેના કારણે સરકાર પર ખાદ્ય સબસિડીનો બોજ ઘણો વધી ગયો હતો. એવું માનવામાં આવે છે કે આગામી નાણાકીય વર્ષમાં ફૂડ સબસિડી પર સરકારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.

6. ખાતર સબસિડી (Fertilizer Subsidy)
આગામી નાણાકીય વર્ષમાં ખાતર સબસિડી પર સરકારનો ખર્ચ પણ ઓછો રહેવાની ધારણા છે. તેનું કારણ એ છે કે વૈશ્વિક બજારમાં ખાતરના ભાવમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે યુક્રેન પર રશિયાના હુમલા બાદ વૈશ્વિક બજારમાં ખાતરના ભાવમાં ઘણો વધારો થયો હતો. જેના કારણે સરકારનો ખાતર પાછળનો ખર્ચ પણ વધી ગયો છે.

7. નોમિનલ જીડીપી ગ્રોથ (Nominal GDP Growth)
આંકડા મંત્રાલયે 6 જાન્યુઆરીના રોજ આંકડા જાહેર કર્યા હતા. આ મુજબ, આ નાણાકીય વર્ષમાં ભારતની નોમિનલ જીડીપી ગ્રોથ 15.4 ટકા રહેવાની ધારણા છે. વાસ્તવિક અથવા ફુગાવા-વ્યવસ્થિત જીડીપી વૃદ્ધિ આશરે 7 ટકા રહેવાનો અંદાજ છે. નોન-મિનલ જીડીપી ગ્રોથ ડેટા પણ અર્થતંત્રની તંદુરસ્તીનો સંકેત આપશે.

8. સેક્સન 80C (Section 80C)
કેન્દ્રીય બજેટ 2023માં સરકાર આવકવેરાના મામલે મોટી રાહત આપી શકે છે. આમાં સૌથી મહત્વપૂર્ણ કલમ 80Cની મર્યાદા વધારવાની રહેશે. હાલમાં નાણાકીય વર્ષમાં અમુક રોકાણો અને ખર્ચ પર આ કલમ હેઠળ રૂ. 1.5 લાખની કપાત ઉપલબ્ધ છે. સરકાર તેને વધારીને 2-3 લાખ રૂપિયા કરી શકે છે. અગાઉ જુલાઈ 2014માં સરકારે આ મર્યાદા 50 રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયા કરી હતી.

આ પણ વાંચો - Budget 2023: બજેટમાં કયા-કયા મહત્વના ફેરફાર થઈ શકે છે, જનતાને ક્યાં થશે ફાયદો, જાણો સંપૂર્ણ લિસ્ટ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 27, 2023 11:10 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.