Union Budget 2025: સરળ રહેશે નવુ ઈનકમ ટેક્સ બિલ, 12 લાખ સુધી આવક પર કોઈ ટેક્સ નહીં | Moneycontrol Gujarati
Get App

Union Budget 2025: સરળ રહેશે નવુ ઈનકમ ટેક્સ બિલ, 12 લાખ સુધી આવક પર કોઈ ટેક્સ નહીં

Budget 2025 Live: લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરતાં નિર્મળા સીતારમણે કહ્યું કે આ બજેટ સામાન્ય લોકો માટે છે. ગરીબ, ખેડૂતો, મહિલા, યુવાઓની અપેક્ષાનું બજેટ છે.

અપડેટેડ 02:15:35 PM Feb 01, 2025 પર
Story continues below Advertisement
Union Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ લોક સભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહી છે.

Union Budget 2025 live updates:દેશના ઇતિહાસમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રથમ એવા નાણામંત્રી હશે જે સતત 8 વખત બજેટ રજૂ કરશે. આર્થિક વિકાસમાં મંદી, ફુગાવો, રૂપિયામાં નબળાઈ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને રાજકોષીય એકત્રીકરણ વચ્ચે બજેટ રજૂ કરવું તેમના માટે એક પડકાર હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોક સભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહી છે.

લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરતાં નિર્મળા સીતારમણે કહ્યું કે આ બજેટ સામાન્ય લોકો માટે છે. ગરીબ, ખેડૂતો, મહિલા, યુવાઓની અપેક્ષાનું બજેટ છે. બજેટની સૌ રાહ જોતા હતા, તે રજૂ કરતા આનંદ થાય છે. ગ્રોથને વિકાસ સરકારના સઘન પ્રયાસ રહ્યા છે. ગ્રોથને વેગ આપવાનો પૂરો પ્રયાસ કર્યો છે. જીયોપોલિટિકલ સ્થિતિ વચ્ચે મધ્યમગાળામાં ગ્રોથ રૂંધાયો છે.

કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરતા નાણામંત્રીએ આગળ કહ્યું કે વિશ્વનીઈકોનોમી વચ્ચે આપણી ઝડપથી વિકસતી ઈકોનોમી છે. છેલ્લા 10 વર્ષમાં કરેલા કાર્યોની નોંધ વિશ્વએ લીધી છે. આ બજેટમાં વિકાસને પ્રોત્સાહન અપાયું છે. આ બજેટમાં 10 પરીબળો પર ધ્યાન અપાયું.


ખેડૂતો માટે FM એ કરી મોટી જાહેરાત

નિર્મળા સીતારમણે કહ્યું કે ધન ધાન્ય કૃષિ યોજના માટે રાજ્યોની સાથે કરાર છે. કૃષિ યોજના દ્વારા 10 કરોડ ખેડૂતોને આવરી લીધા છે. ગ્રામીણ વિકાસ પર ધ્યાન અપાતા સ્થળાંતર અટકે છે. ગામડેથી જરૂરી હોય તો જ સ્થળાંતર કરવુ પડે. ખેડૂતોને ઉંચા દામ ચૂકવ્યા જેથી તેની આવકો વધી. તુવર, અડદ,મસુર દાળ માટે છ વર્ષની મિશન યોજના છે. કૃષિ યોજનામાં 100 જિલ્લાઓને પ્રોત્સાહન આપવામાં આવશે. કેન્દ્રીય શાખાઓ ખેડૂત પાસેથી તુવેરદાળ,અડદ ખરીદશે. મખાણા બનાવતા ખેડૂતો માટે પણ અન્ય યોજના છે.

બિહારના નાણામંત્રીની ભેટ

કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરતા નાણામંત્રીએ આગળ કહ્યું કે તુવેર, અડદ, મસૂરનું ઉત્પાદન વધારવા પર ભાર આપ્યો. મખાણા બોર્ડની રચના કરવામાં આવશે. બિહારના મખાના ખેડૂતોને પ્રોત્સાહિત કરશે. ખેડૂતોને ખેતી માટે વાજબી વળતર આપશે. મત્સ્ય ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરો.

કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધી

લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરતાં નિર્મળા સીતારમણે કહ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારો કર્યો. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ₹ 3 લાખથી વધારીને ₹ 5 લાખ કરવામાં આવી. કિસાન ક્રેડિટ દ્વારા 7 કરોડથી વધુ ખેડૂતો લોન મેળવી શકશે.

નેશનલ મૈન્યુફેક્ચરિંગ મિશનની જાહેરાત

કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરતા નાણામંત્રીએ આગળ કહ્યું કે રાષ્ટ્રીય ઉત્પાદન મિશનની સ્થાપના કરશે. નૉન-લેધરના બૂટ માટે સહાય યોજના રજૂ કરશે. ભારતીય રમકડાં માટે સહાય યોજના લાવશે. ઉત્પાદન મિશનમાં સ્વચ્છ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું. EVs, બેટરી, વિન્ડ ટર્બાઇન ઉત્પાદન પર ભાર છે.

સક્ષમ આંગણવાડી અને પોષણ સ્કીમની જાહેરાત

કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરતા નાણામંત્રીએ આગળ કહ્યું કે સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 લોન્ચ કરશે. 50,000 અટલ ટિંકરિંગ લેબ્સ સ્થાપવામાં આવશે. બધી માધ્યમિક શાળાઓમાં બ્રોડબેન્ડ સુવિધાઓ હશે. ભારતીય પુસ્તક યોજના શરૂ કરવામાં આવશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ સુવિધા આપી છે. IIT પટનાની સ્થાપના થશે.

આર્ટિફિશિયલ ઈંટેલીજેંસને લઈને બજેટમાં મોટી જાહેરાત

સામાન્ય બજેટ રજૂ કરતાં નિર્મળા સીતારમણે કહ્યું કે AI શિક્ષણ માટે ₹500 કરોડ ફાળવવામાં આવ્યા. 3 AI શ્રેષ્ઠતા કેન્દ્રો સ્થાપશે. 5 વર્ષમાં 75,000 મેડિકલ સીટો વધારવામાં આવશે. નાણાકીય વર્ષ 26 માં 200 ડેકેર કેન્સર સેન્ટર સ્થાપશે. સરકારી હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટર સ્થાપવામાં આવશે. અમે ડિલિવરી વ્યક્તિઓ માટે વીમા યોજના રજૂ કરીશું. ઈ-શ્રમ પોર્ટલ સ્થાપિત કરવામાં આવશે.

UDAAN 2.0 સ્કીમની જાહેરાત

કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરતા નાણામંત્રીએ આગળ કહ્યું કે મિથિલાંચલ પ્રદેશ માટે સિંચાઈ યોજનાની જાહેરાત કરી. નવી ઉડાન યોજનામાં 120 નવા શહેરો ઉમેરવામાં આવશે. ઘરેલુ કનેક્ટિવિટી વધારવા માટે નવી યોજના બનાવી. ઘરેલુ કનેક્ટિવિટી વધારવા માટે નવી યોજના બનાવી. પ્રાદેશિક જોડાણને વેગ આપવા માટે ઉડાન છે. ₹25,000 કરોડનું દરિયાઈ વિકાસ ભંડોળ બનાવશે.

ઈંફ્રા ડેવલપમેંટ માટે રાજ્યોને ફ્રી લોન

સામાન્ય બજેટ રજૂ કરતાં નિર્મળા સીતારમણે કહ્યું કે ઈંફ્રા ડેવલપમેંટ માટે રાજ્યોને મફત લોન આપશે. ઈંફ્રા ડેવલપમેંટ માટે ₹1.5 લાખ કરોડની લોન આપશે. ઈંફ્રાને માટે રાજ્યોને ₹૧.૫ લાખ કરોડની મફત લોન આપશે. તમને 50 વર્ષ માટે 1.5 લાખ કરોડ રૂપિયાની મફત લોન મળશે. જલ-જીવન મિશન હેઠળ રાજ્યો સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરશે. શહેરી પડકાર ભંડોળ માટે ₹1 લાખ કરોડ ફાળવવામાં આવ્યા. નાણાકીય વર્ષ 26 માં શહેરી ચેલેન્જ ફંડ માટે ₹10,000 કરોડ આપશે. અમે પરમાણુ ઉર્જા માટે 100 GW વિકસાવીશું. પરમાણુ ઉર્જા મિશન સંશોધન અને વિકાસ માટે ₹20,000 કરોડ છે.

રાજ્યોની સાથે મળી ટૂરિઝમ સાઈટ્સ બનાવશે

સામાન્ય બજેટ રજૂ કરતાં નિર્મળા સીતારમણે કહ્યું કે રાજ્યોના સહયોગથી 50 પર્યટન સ્થળો વિકસાવવામાં આવશે. રાજ્યો પર્યટન સ્થળો માટે જમીન આપશે. રોજગાર સંબંધિત ગ્રોથ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો. ધાર્મિક સ્થળોના પ્રચાર પર ખાસ ભાર રહેશે. ખાનગી ક્ષેત્રના સહયોગથી મેડિકલ ટુરિઝમ પર ભાર રહેશે.

એક્સપોર્ટને વધારો આપવા પર ફોક્સ

કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરતા નાણામંત્રીએ આગળ કહ્યું કે ભારતમાં HEAL હેઠળ વિઝા નિયમો સરળ બનાવવામાં આવશે. ખાનગી ક્ષેત્રના સંશોધન અને વિકાસ માટે ₹20,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. નિકાસ પ્રમોશન મિશન સ્થાપશે. આંતરરાષ્ટ્રીય કક્ષાની નિકાસને પ્રોત્સાહન આપશે. નિકાસ વધારવા માટે MSME ને સરળ લોન આપશે. વેપાર ધિરાણ માટે ભારત ટ્રેડ નેટની સ્થાપના કરશે. વેરહાઉસ અને બંદરો માળખાગત સુવિધાને મજબૂત બનાવશે.

નવુ ટેક્સ બિલ જલ્દી, ઈંશ્યોરેંસ સેક્ટરમાં FDI લિમિટ વધી

નાણામંત્રીએ કહ્યું આવતા સપ્તાહે નવુ ઈનકમ ટેક્સ બિલ આવશે. વીમા સેક્ટરમાં FDI મર્યાદા વધારીને 100% કરવામાં આવી. KYC માટે સેન્ટ્રલ રજિસ્ટ્રી શરૂ કરશે.

સરકારની ફિસ્કલ પૉલિસી પર મોટી જાહેરાત

સામાન્ય બજેટ રજૂ કરતાં નિર્મળા સીતારમણે કહ્યું કે રાજ્યો માટે ઈન્વેસ્ટમેંટ ફ્રેંડલીનેસ ઈંડેક્સની રચના કરશે. ઈન્વેસ્ટમેંટ ફ્રેંડલીનેસ ઈંડેક્સ લૉન્ચ કરશે. નાણાકીય વર્ષ 25 માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 4.8% રહેશે. નાણાકીય વર્ષ 26 માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 4.4% રાખશે. નાણાકીય વર્ષ 26 માં ચોખ્ખી બજાર ઉધાર ₹11.54 લાખ કરોડ છે.

FY25 માં કેટલી રહેશે કેપેક્સ

કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરતા નાણામંત્રીએ આગળ કહ્યું કે કસ્ટમ્સમાંથી 7 ટેરિફ દરો દૂર કરવામાં આવશે. નાણાકીય વર્ષ 25 સુધારેલ મૂડીખર્ચ ₹10.18 લાખ કરોડ રહેશે. 36 જીવનરક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવી. નાણાકીય વર્ષ 26 માં ચોખ્ખી કર વસૂલાત ₹28.37 લાખ કરોડ રહેવાની શક્યતા છે.

પ્રાઈવેટ કેપેક્સમાં કપાત

સામાન્ય બજેટ રજૂ કરતાં નિર્મળા સીતારમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2025 ના REVISED CAPEX ₹10.18 લાખ કરોડ રહેશે. APEX ₹11.11 લાખ કરોડથી ઘટાડીને ₹10.18 લાખ કરોડ થયો. નાણાકીય વર્ષ 2026 ના CAPEX ₹10.80 લાખ કરોડ રહેશે.

ઈનકમ ટેક્સને લઈને કરી મોટી જાહેરાત

કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરતા નાણામંત્રીએ આગળ કહ્યું કે સરકાર સંસદમાં ટેક્સ પર નવો કાયદો રજૂ કરશે. સરકાર ટેક્સ કાયદામાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. આવકવેરાના નિયમો સરળ બનાવવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ બમણી કરવામાં આવી. ભાડા પર વાર્ષિક TDS મર્યાદા ₹2.4 લાખથી વધારીને ₹6 લાખ કરવામાં આવશે. આવકવેરા સુધારામાં મધ્યમ વર્ગ પર સરકાર ધ્યાન આપશે. અપડેટેડ એસેસમેન્ટ ટેક્સની મર્યાદા 2 વર્ષથી વધારીને 4 વર્ષ કરવામાં આવી છે.

સરળ રહેશે નવુ ઈનકમ ટેક્સ બિલ

નાણામંત્રી નિર્મળા સિતારમણે બજેટ રજુ કરતા કહ્યું કે નવી આવક ટેક્સ બિલ એવુ રહેશે, જેનાથી આવક ટેક્સ સિસ્ટમને સમજવુ સરળ થશે. આ નવા બદલાવમાં મિડિલ ક્લાસ પર ફોક્સ વધશે. સાથે જ કંપ્લાયંસનો બોજો ઘટશે. નવો ટેક્સ કાયદો કરદાતા સમજી શકે તેવો સરળ રહેશે. નવા ટેક્સ કાયદામાં મધ્યમ વર્ગ પર ફોકસ રહેશે. દરોની સંખ્યા ઘટાડીને TDS વ્યવહારુ કરાશે. સિનિયર સિટીઝન માટે ટેક્સ રાહત ડબલ રહેશે. કરદાતા માટે TDS, TCS વ્યવહારુ કરાશે.

ટેક્સ સ્લેબમાં બદલાવ કર્યો

કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરતા FM નિર્મળા સીતારમણે કહ્યું કે 12 લાખ સુધી આવક પર કોઈ ટેક્સ નહીં. દર મહિને ₹1 લાખ કમાણી પર કોઈ ટેક્સ નહીં. ₹24 લાખથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે. ₹8-12 લાખની આવક પર 10% ટેક્સ લાગશે. ₹15-20 લાખની આવક પર 20% ટેક્સ લાગશે. ₹25 લાખની આવકવાળા પર ₹1.10 લાખનો લાભ મળશે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 01, 2025 11:07 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.