Budget 2024 expectations: સરકાર આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનાનો વ્યાપ વધારવા પર વિચાર કરી રહી છે. તેનાથી આ યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત સરકાર આ યોજનામાં કવરની રકમ પણ વધારવા માંગે છે. આગામી ત્રણ વર્ષમાં તેમાં વધારો થઈ શકે છે. શરૂઆતમાં 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને આ યોજનાના દાયરામાં લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં આ વાત કહેવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટમાં આની જાહેરાત કરી શકે છે. તે 23 જુલાઈએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.