Budget 2024 Expectations: બજેટમાં રોડ અને હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રહેશે ફોકસ | Moneycontrol Gujarati
Get App

Budget 2024 Expectations: બજેટમાં રોડ અને હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રહેશે ફોકસ

સૂત્રોના જણાવ્યા અનુસાર, બજેટ 2024માં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાનો વિસ્તાર કરવામાં આવી શકે છે. નાણામંત્રી 15,000 કિમી એક્સેસ કંટ્રોલ્ડ હાઈવેના નિર્માણની જાહેરાત કરે તેવી શક્યતા છે. હાઇવે-સાઇડ ઇવી ચાર્જિંગ ઇન્ફ્રા માટે પણ મોટું બજેટ શક્ય છે. ભીડભાડવાળા શહેરોમાં રિંગરોડ બનાવવાની યોજના પણ રજૂ કરવામાં આવી શકે છે.

અપડેટેડ 01:23:56 PM Jul 09, 2024 પર
Story continues below Advertisement
Budget 2024 Expectations: 23મી જુલાઈએ રજૂ થવા વાળા બજેટમાં રોડ અને હાઈવે જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરવાનું ચાલુ રાહી શકે છે.

Budget 2024 Expectations: 23મી જુલાઈએ રજૂ થવા વાળા બજેટમાં રોડ અને હાઈવે જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરવાનું ચાલુ રાહી શકે છે. CNBC-બજાર દ્વારા મળેલી એક્સક્લુઝિવ માહિતી અનુસાર, આ સેક્ટરમાં બજેટ ફાળવણી 5-10 ટકા વધી શકે છે. આ સંપૂર્ણ સમાચાર જણાવતા CNBC-બજારના લક્ષ્મણ રોયે કહ્યું કે નાણામંત્રી આગામી બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગામડાના રસ્તાઓથી લઈને હાઈવે સુધી તમામ બાબતો પર ફોકસ કરવામાં આવશે.

15,000 કિમી એક્સેસ કંટ્રોલ્ડ હાઈવે બનાવાની જાહેરાત સંભવ

સૂત્રોના જણાવ્યા અનુસાર, બજેટ 2024માં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાનો વિસ્તાર કરવામાં આવી શકે છે. નાણામંત્રી 15,000 કિમી એક્સેસ કંટ્રોલ્ડ હાઈવેના નિર્માણની જાહેરાત કરે તેવી શક્યતા છે. હાઇવે-સાઇડ ઇવી ચાર્જિંગ ઇન્ફ્રા માટે પણ મોટું બજેટ શક્ય છે. ભીડભાડવાળા શહેરોમાં રિંગરોડ બનાવવાની યોજના પણ રજૂ કરવામાં આવી શકે છે. હાઈવે માટે બજેટમાં 5-10 ટકા સુધીનો વધારો શક્ય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈવે નિર્માણમાં ખાનગી ભાગીદારી વધારવા પર પણ ભાર મૂકવામાં આવી શકે છે. હાઈવે માટેનું બજેટ બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર મોડલ (બીઓટી) પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.


ગ્રામીણ રસ્તાઓ હૉસ્પિટલ, સ્કૂલ, સરકારી કાર્યલયોથી જોડવા પર કરશે ફોકસ

ઉલ્લેખનીય છે કે ઈંફ્રા પર જ દેશની ઈકોનૉમિક ગ્રોથ નિર્ભર કરે છે. આ સેક્ટરમાં થવા વાળા ગ્રોથની અલગ-અલગ સેક્ટરો પર પણ પડે છે. આ વખતે બજેટમાં ગ્રામીણ સડક યોજનાનો વિસ્તાર કરવામાં આવશે અને ગ્રામીણ રસ્તાઓને હોસ્પિટલ, સ્કૂલ અને સરકારી કાર્યકાળો સાથે જોડવા પર ફોકસ કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારો માટે આ એક મોટી બાબત હશે. આપણે મોટા શહેરોમાં રીંગરોડ જોયા છે, પરંતુ હવે આપણે મધ્યમ શહેરોમાં જ્યાં ટ્રાફિક જામની સમસ્યા છે ત્યાં રીંગ રોડનું વિસ્તરણ જોઈશું.

Union Budget 2024: બજેટમાં ખેડૂતોને મળી શકે છે સારા સમાચાર, સરકાર 25% વધારી શકે છે એગ્રી લોનની લિમિટ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 09, 2024 1:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.