Budget 2025: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ 2025ના ભાષણમાં વીમા સેક્ટરમાં સીધા વિદેશી રોકાણ (FDI) ની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે વીમા સેક્ટરમાં FDI મર્યાદા વર્તમાન 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવશે.
તેમણે કહ્યું કે આ ફેરફાર તે વીમા કંપનીઓને લાગુ પડશે જે ભારતમાં પોતાનું સંપૂર્ણ પ્રીમિયમ રોકાણ કરે છે. આ પગલું 2047 સુધીમાં 'બધા માટે વીમો' ના સરકારના વિઝન સાથે સુસંગત બનાવવાનો છે.
વીમા સેક્ટરમાં FDI મર્યાદા વધાર્યા પછી, વીમા કંપનીઓના શેરમાં ઉછાળો આવ્યો. HDFC લાઇફ, SBI લાઇફ અને ICICI પ્રુડેન્શિયલના શેરમાં તીવ્ર વધારો જોવા મળ્યો.
તમને જણાવી દઈએ કે, 2015માં FDI મર્યાદા 26 ટકાથી વધારીને 49 ટકા અને પછી 2021માં 74 ટકા કરવામાં આવી હતી.
આ સુધારાથી વીમા કંપનીઓ એક એન્ટિટી હેઠળ બહુવિધ વ્યવસાયો ચલાવવાની મંજૂરી મેળવી શકે છે.