Budget 2025 Date and Time: નાણામંત્રી નિર્મલા સીતારમણ ક્યારે રજૂ કરશે મોદી સરકારનું કેન્દ્રીય બજેટ? | Moneycontrol Gujarati
Get App

Budget 2025 Date and Time: નાણામંત્રી નિર્મલા સીતારમણ ક્યારે રજૂ કરશે મોદી સરકારનું કેન્દ્રીય બજેટ?

Budget 2025 Date and Time: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરશે. 1લી ફેબ્રુઆરીએ શનિવાર છે અને આ વખતે બજેટ શનિવારે રજૂ થશે. મોદી સરકાર 3.0નું આ પ્રથમ પૂર્ણ બજેટ હશે. સામાન્ય રીતે બજેટ સવારે 11 વાગ્યે શરૂ થાય છે.

અપડેટેડ 11:57:14 AM Jan 14, 2025 પર
Story continues below Advertisement
ભારતીય શેરબજારો (BSE અને NSE) 1 ફેબ્રુઆરી 2025ના રોજ શનિવાર હોવા છતાં, બજેટની જાહેરાતને કારણે ખુલ્લા રહેશે.

Budget 2025 Date and Time: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરશે. 1લી ફેબ્રુઆરીએ શનિવાર છે અને આ વખતે બજેટ શનિવારે રજૂ થશે. મોદી સરકાર 3.0નું આ પ્રથમ પૂર્ણ બજેટ હશે. સામાન્ય રીતે બજેટ સવારે 11 વાગ્યે શરૂ થાય છે. નિર્મલા સીતારમણનું આ આઠમું બજેટ હશે, જેમાં તેમણે અત્યાર સુધીમાં પાંચ વાર્ષિક અને બે વચગાળાના બજેટ રજૂ કર્યા છે. હવે વર્ષ 2025નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણનું આઠમું બજેટ હશે.

શનિવાર, 1 ફેબ્રુઆરીએ શેરબજારો ખુલ્લા રહેશે

ભારતીય શેરબજારો (BSE અને NSE) 1 ફેબ્રુઆરી 2025ના રોજ શનિવાર હોવા છતાં, બજેટની જાહેરાતને કારણે ખુલ્લા રહેશે. સામાન્ય રીતે શનિવાર અને રવિવારે બજારો બંધ રહે છે, પરંતુ બજેટના દિવસે લાઇવ ટ્રેડિંગ સેશન હશે. સ્ટોક એક્સચેન્જ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. શનિવારે શેરબજાર તેના નિયમિત સમય મુજબ કામ કરશે.

સામાન્ય લોકો લાઈવ બજેટ કવરેજ ક્યાં જોઈ શકશે

નાણામંત્રીનું ભાષણ દૂરદર્શન અને સંસદ ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય આ લાઈવ સ્ટ્રીમિંગ સંસદ ટીવી અને દૂરદર્શનના યુટ્યુબ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, તમે મનીકંટ્રોલ હિન્દી વેબસાઇટ પર બજેટનું લાઇવ કવરેજ પણ જોઈ શકો છો.


બજેટ સંબંધિત ડોક્યુમેન્ટ ક્યાંથી મળશે

એકવાર બજેટ રજૂ થયા પછી, તે કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ www.indiabudget.gov.in પર ઉપલબ્ધ થશે. બજેટ ડોક્યુમેન્ટ પેપરલેસ સ્વરૂપમાં હશે જેને તમે તમારા મોબાઈલ પર જોઈ શકશો. આ એપ હિન્દી અને અંગ્રેજીમાં યુઝ કરી શકાશે. તે એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે.

આવકવેરામાં રાહતની અપેક્ષા

પગારદાર વર્ગને બજેટ 2025માં આવકવેરામાં રાહત મળવાની અપેક્ષા છે. નવી ટેક્ષ વ્યવસ્થા ખર્ચ વધારવા માટે બનાવવામાં આવી છે, પરંતુ સેવિંગ કરવા માંગતા ટેક્ષપેયર્સ માટે હાલની યોજનાઓ જાળવી રાખવી પણ મહત્વપૂર્ણ છે. ટેક્ષપેયર્સને તે નક્કી કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ કે તેમના માટે કઈ ટેક્ષ વ્યવસ્થા વધુ સારી છે. કેન્દ્રીય બજેટ 2025 થી તમામ વર્ગો માટે આર્થિક સુધારા અને રાહતની અપેક્ષાઓ છે. આવકવેરા, આર્થિક નીતિઓ અને રોકાણની તકો અંગે બજેટમાં મહત્વની જાહેરાતો થવાની સંભાવના છે.

આ પણ વાંચો - મહાકુંભ ફક્ત શ્રદ્ધાનો જ નહીં પણ વ્યવસાયનો પણ સંગમ, 45 દિવસમાં 2 લાખ કરોડનો બિઝનેસ, સરકારને આટલી થશે કમાણી

MoneyControl News

MoneyControl News

First Published: Jan 14, 2025 11:57 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.