Budget 2025 : નાણાકીય વર્ષ 2025-26 માટે રજૂ થનારા કેન્દ્રીય બજેટ માટે સરકારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વખતે દેશના વિવિધ ક્ષેત્રો અને તેમની સાથે સંકળાયેલા લોકોને સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. રેલવેની વાત કરીએ તો, આ ક્ષેત્ર સાથે સંકળાયેલી તમામ કંપનીઓ તેમજ સામાન્ય મુસાફરોને પણ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. બીજી તરફ, હંમેશની જેમ, આ વખતે પણ સરકાર રેલ્વેના વિકાસ માટે કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. નિષ્ણાતો માને છે કે આ વખતે સરકાર રેલવે માટે વધારાના 18 ટકા ફાળવણી કરી શકે છે.