સંસદનું નવું સત્ર (Parliament Budget Session) 22મી જુલાઈથી શરૂ થશે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. રિજિજુ (Kiren Rijiju) એ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્ર સરકારની ભલામણને સ્વીકારી લીધી છે. ખાસ વાત એ છે કે બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સંસદના સત્ર દરમિયાન 23 જુલાઈએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) લોકસભામાં બજેટ રજૂ કરશે.