Budget 2025: બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના લાખો આવકવેરા ભરનારાઓને મોટી ભેટ આપી છે. નાણામંત્રીએ આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 12 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આનાથી ટેક્સપેયર્સના પૈસા બચશે અને તેમની પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા હશે. આ ભારતીય અર્થતંત્ર માટે પણ સારા સમાચાર છે. વધતી માંગ ભારતીય અર્થતંત્રને વેગ આપશે જે ભારતીય બજારને પણ વેગ આપશે.
નવા ઇન્કમટેક્ષ સ્લેબ રેટ્સ
નવી રિઝિમ પ્રમાણે 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.
જુની ટેક્સ રિઝિમ પ્રમાણે સ્લેબ
-0થી 4 લાખ સુધીની આવક પર શૂન્ય ટેક્સ ચૂકવવો પડશે
-4 થી 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 5% ના દરે ટેક્સ ચૂકવવો પડશે.
-8 થી 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10% ના દરે ટેક્સ ચૂકવવો પડશે.
-12 થી 16 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 15% ના દરે ટેક્સ ચૂકવવો પડશે.
-16 થી 20 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 20% ના દરે ટેક્સ ચૂકવવો પડશે.
-8 થી 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10% ટેક્સ ચૂકવવો પડશે.
-24 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ ચૂકવવો પડશે.
-20થી 24 લાખની વાર્ષિક આવક પર 25% ના દરે આવકવેરો ભરવો પડશે.
-સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને 75,000 રૂપિયા કરવામાં આવી છે.
બજેટમાં નોકરી કરતા લોકો માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. અત્યાર સુધી આ મર્યાદા 50 હજાર રૂપિયા હતી. આ વધારા પછી, નોકરી કરતા લોકોને 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.