Union Budget 2025: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025 નું બજેટ રજુ કરતા લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) ની મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ જાહેરાતને સરળ શબ્દોમાં કહીએ તો, વિદેશમાં પૈસા મોકલનારા વ્યક્તિઓને હવે ફક્ત ત્યારે જ TCS કપાતનો સામનો કરવો પડશે જો તેમની કુલ રેમિટન્સ નાણાકીય વર્ષમાં ₹10 લાખથી વધુ થઈ જાય, જે અગાઉની મર્યાદા ₹7 લાખ હતી.
શું છે LRS યોજના?
લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ, ભારતીય રહેવાસીઓ, જેમાં સગીરોનો પણ સમાવેશ થાય છે, એક નાણાકીય વર્ષ (એપ્રિલ-માર્ચ) માં લગભગ 2 કરોડ રૂપિયા વિદેશમાં મોકલી શકે છે. આ રકમનો ઉપયોગ ચાલુ ખાતા અને મૂડી ખાતા સંબંધિત કોઈપણ કાનૂની વ્યવહાર માટે થઈ શકે છે.
TCS સીમા વધારવાની અસર
સરકારના આ પગલાથી વિદેશી રોકાણ, શિક્ષણ, પર્યટન અને અન્ય આંતરરાષ્ટ્રીય ચુકવણી કરતા ભારતીયોને રાહત મળશે. આ સાથે, તે બજારમાં વિદેશી નાણાકીય પ્રવાહને સંતુલિત કરવામાં પણ મદદ કરશે. સરકારનું આ પગલું વિદેશી વ્યવહારોને સરળ બનાવવા અને ભારતીય નાગરિકો માટે વ્યવસાયિક સુગમતા વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.