Union Budget expectations: દરેક વ્યક્તિની પોતાની બજેટ વિશલિસ્ટ હોય છે. મોટા બ્રોકરેજને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. સૌ પ્રથમ, ચાલો જાણીએ કે ગોલ્ડમેન સૅક્સને બજેટમાંથી શું અપેક્ષાઓ છે. ગોલ્ડમેન સૅક્સનું કહેવુ છે કે આ બજેટમાં નાણાકીય વર્ષ 2026 માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 4.4 ટકા રહેવાની ધારણા છે. નાણાકીય વર્ષ 26 માં કેપેક્સ ગ્રોથ વાર્ષિક ધોરણે 13 ટકા રહેવાની ધારણા છે. આ બજેટમાં, ઉત્પાદન પ્રોત્સાહન દ્વારા રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરવાની શક્યતા છે. આ સાથે, MSME ને ટેકો આપવા માટે ક્રેડિટ સ્કીમ/પ્રોત્સાહન પણ શક્ય લાગે છે. ૨૦૨૫ના બજેટમાં ગ્રામીણ ગૃહનિર્માણને પ્રોત્સાહન મળી શકે છે. ગ્રામીણ, કલ્યાણકારી યોજનાઓ અને સબસિડી પર ખર્ચ વધી શકે છે.