ACC Q1 Result: વર્ષના આધાર પર નફો 5% વધીને ₹375 કરોડ રહ્યો, આવક 18% વધી | Moneycontrol Gujarati
Get App

ACC Q1 Result: વર્ષના આધાર પર નફો 5% વધીને ₹375 કરોડ રહ્યો, આવક 18% વધી

ACC Q1 Result: પહેલા ક્વાર્ટરમાં એસીસીનો નફો વર્ષના આધાર પર 5 ટકા વધીને 375.4 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 18 ટકા વધીને 6,036 કરોડ રૂપિયા પર રહી છે.

અપડેટેડ 02:36:20 PM Jul 24, 2025 પર
Story continues below Advertisement
ACC Q1 Result: એસીસી (ACC) એ 24 જુલાઈના નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

ACC Q1 Result: એસીસી (ACC) એ 24 જુલાઈના નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 જુન 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 5 ટકા વધીને 375.4 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 359.7 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 340 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 18 ટકા વધીને 6,036 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 5,113 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 5,769 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો વધારો

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 23 ટકા વધારાની સાથે 726.3 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 593 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 630 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન વર્ષના આધાર પર 11.6 ટકાથી વધીને 12 ટકા રહ્યા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 10.92 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

Supreme Industries Q1 Result: વર્ષના આધાર પર નફો 26% ઘટીને ₹225 કરોડ રહ્યો, આવકમાં પણ ઘટાડો

MoneyControl News

MoneyControl News

First Published: Jul 24, 2025 2:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.