અદાણી ગ્રૂપના પાવર ટ્રાન્સમિશન યુનિટ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL)નું વેલ્યૂએશન વધીને 18.5 બિલિયન ડોલર થયું છે. એક અહેવાલ અનુસાર, મજબૂત બિઝનેસ ગ્રોથને કારણે કંપનીનો કર પહેલાંનો નફો (PAT) આગામી ત્રણ વર્ષમાં વાર્ષિક 29 ટકા વધવાની ધારણા છે. AESL એક વૈવિધ્યસભર પોર્ટફોલિયો ધરાવે છે જેમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ તેમજ સ્માર્ટ મીટરિંગ બિઝનેસનો સમાવેશ થાય છે. વૈશ્વિક બ્રોકરેજ કેન્ટર ફિટ્ઝગેરાલ્ડે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, "AESLનું એન્ટરપ્રાઇઝ મૂલ્ય $18.5 બિલિયન છે.