અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક જાયન્ટ એપલને ભારતમાં આઈફોનનું ઉત્પાદન બંધ કરવા જણાવ્યું હતું, પરંતુ એપલે આ દબાણને નજરઅંદાજ કરી ભારતમાં પોતાનું પ્રોડક્શન વધાર્યું છે. તાઇવાનની અગ્રણી ઇલેક્ટ્રોનિક કંપની ફોક્સકોન દ્વારા બેંગલોર નજીક દેવનહલ્લીમાં નવા પ્લાન્ટમાં iPhone-17નું ઉત્પાદન શરૂ થયું છે. આ પ્લાન્ટ ફોક્સકોનનું ચીનની બહારનું બીજું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જેમાં 2.8 billion ડોલર (આશરે 25,000 કરોડ રૂપિયા)નું રોકાણ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્લાન્ટમાં હાલ નાના પાયે iPhone-17નું ઉત્પાદન ચાલી રહ્યું છે. ફોક્સકોન પહેલાથી જ ચેન્નાઇમાં આઈફોન-17 બનાવે છે, અને બેંગલોરનો નવો પ્લાન્ટ તેની ક્ષમતા વધારશે.



