ભારતીય શેરબજારને ઇતિહાસનો સૌથી મોટો ઝટકો: ગ્લોબલ ‘Top 100' કંપનીઓના લિસ્ટમાંથી ભારત આઉટ, Reliance-TCSમાં મોટું ધોવાણ
India Out of Global Top 100 Companies List: ભારતીય શેરબજાર માટે અત્યંત ખરાબ સમાચાર. ગ્લોબલ Top 100 કંપનીઓના લિસ્ટમાંથી ભારત બહાર ફેંકાયું. Reliance, HDFC અને TCS જેવી દિગ્ગજ કંપનીઓના રેન્કિંગમાં ઐતિહાસિક ઘટાડો. જાણો માર્કેટ ક્રેશ થવા પાછળના 4 મુખ્ય કારણો.
India Out of Global Top 100 Companies List: ભારતીય શેરબજાર માટે અત્યંત ખરાબ સમાચાર. ગ્લોબલ Top 100 કંપનીઓના લિસ્ટમાંથી ભારત બહાર ફેંકાયું.
India Out of Global Top 100 Companies List: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભારે વેચાણના દોરે દેશને એક એવા વળાંક પર લાવી દીધો છે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ગ્લોબલ માર્કેટમાં હંમેશા પોતાનો દબદબો જમાવનાર ભારત હવે માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ દુનિયાની ‘Top 100' કંપનીઓના લિસ્ટમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયું છે.
વર્ષ 2025ની શરૂઆત સુધી આ ગ્લોબલ લિસ્ટમાં ભારતનો સિક્કો ચાલતો હતો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), HDFC બેંક અને TCS જેવી દિગ્ગજ કંપનીઓ Top 100 માં શાનથી ઊભી હતી. પરંતુ વિદેશી રોકાણકારો (FIIs) ની સતત વેકવાલી અને બજારની નબળાઈએ ભારત પાસેથી આ ગૌરવ છીનવી લીધું છે.
દુનિયાના નકશા પર ભારતીય દિગ્ગજ કંપનીઓના રેન્કિંગ કેટલી ખરાબ રીતે ગગડ્યા છે, તે આ આંકડાઓ પરથી સમજી શકાય છે:
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL): દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ, જે વર્ષ 2025 ની શરૂઆતમાં 57 માં અને 2026 ની શરૂઆતમાં 73 માં ક્રમે હતી, તે હવે પટકાઈને 106 માં સ્થાને આવી ગઈ છે.
HDFC બેંક: ભારતની સૌથી મોટી પ્રાઈવેટ બેંક 2025 ની શરૂઆતમાં 97 માં સ્થાને હતી, જે હવે ગગડીને 190 માં નંબરે પહોંચી છે.
ભારતી એરટેલ (Bharti Airtel): 2026ની શરૂઆતમાં 164 માં ક્રમે રહેલી આ ટેલિકોમ કંપની હવે 202 માં સ્થાને છે.
બેન્કિંગ સેક્ટરની હાલત: ICICI બેંક સરકીને 274 માં અને દેશની સૌથી મોટી સરકારી બેંક SBI 276 માં સ્થાને પહોંચી ગઈ છે.
IT શેરોમાં સૌથી મોટી તબાહી
સૌથી મોટો ફટકો ભારતના ટોપ ટેકનોલોજી શેરોને પડ્યો છે.
TCS: દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની TCS ના રેન્કિંગમાં સૌથી દર્દનાક ઘટાડો નોંધાયો છે. 2025માં 84 માં અને 2026 માં 171 માં ક્રમે રહેલી આ કંપની હવે સીધી 314 માં સ્થાને ખાબકી છે.
ઇન્ફોસિસ અને ITC: બીજી સૌથી મોટી IT કંપની Infosys 198 માંથી ગગડીને છેક 590 માં સ્થાને અને ITC 296 થી સીધી 702 માં નંબરે પહોંચી ગઈ છે.
$100 બિલિયન ક્લબમાંથી દિગ્ગજો આઉટ
આ સતત ધોવાણના કારણે ભારતની ‘$100 Billion Club' પણ નાની થઈ ગઈ છે. વર્ષની શરૂઆતમાં ભારતની 6 કંપનીઓ આ ક્લબમાં હતી, જે હવે ઘટીને માત્ર 3 રહી ગઈ છે:
* રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ: માર્કેટ કેપ લગભગ $198 બિલિયન
* HDFC બેંક: માર્કેટ કેપ લગભગ $124 બિલિયન
* ભારતી એરટેલ: માર્કેટ કેપ લગભગ $113 બિલિયન
* ICICI બેંક, SBI અને TCS એ પોતાનું $100 બિલિયનનું સ્ટેટસ ગુમાવી દીધું છે. વધુમાં, દુનિયાની Top 500 કંપનીઓમાં ભારતની સંખ્યા 2025 ની શરૂઆતમાં 15 હતી, જે 2026 માં 13 થઈ અને હવે ઘટીને માત્ર 9 રહી ગઈ છે.
ભારતીય બજાર કેમ ડૂબી રહ્યું છે? આ રહ્યા 4 મુખ્ય કારણો:
1) મિડલ ઈસ્ટનું યુદ્ધ સંકટ: અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના ટેન્શનના કારણે ક્રૂડ ઓઈલના ભાવ $100 પ્રતિ બેરલને પાર કરી ગયા છે. ભારત પોતાની જરૂરિયાતનું 80% ઓઈલ આયાત કરે છે, જેથી દેશમાં મોંઘવારી અને રાજકોષીય ખાધ વધવાનો ખતરો ઊભો થયો છે.
2) ગ્લોબલ બ્રોકરેજ દ્વારા ડાઉનગ્રેડ: દુનિયાની ટોચની રેટિંગ એજન્સીઓએ ભારતના માર્કેટ આઉટલુકને ડાઉનગ્રેડ કર્યું છે. માર્ચથી મે મહિના વચ્ચે UBS, Morgan Stanley, Nomura, JP Morgan, HSBC, Goldman Sachs અને Citi જેવી સંસ્થાઓએ ભારતનું આઉટલુક ઘટાડ્યું છે.
3) અમેરિકન બોન્ડ યીલ્ડમાં ઉછાળો: અમેરિકામાં 10 વર્ષના બોન્ડ યીલ્ડ વધીને 4.6% અને 30 વર્ષના બોન્ડ યીલ્ડ 5.159% પર પહોંચી ગયા છે. અમેરિકામાં કોઈપણ જોખમ વિના આટલું સારું રિટર્ન મળતું હોવાથી, વિદેશી રોકાણકારો (FIIs) ભારતમાંથી પૈસા કાઢી રહ્યા છે.
4) AI અને ટેક બૂમનો અભાવ: અમેરિકન માર્કેટની સરખામણીમાં ભારતમાં હાઈ-ગ્રોથ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સેક્ટરનો પૂરતો વ્યાપ નથી. વળી, ભારતીય કંપનીઓનું વેલ્યુએશન ખૂબ મોંઘુ થઈ ગયું છે અને નફો સતત ઘટી રહ્યો છે.
ગ્લોબલ માર્કેટ પર અમેરિકન ‘Tech Giants'નો જલવો
જ્યાં એક તરફ ભારતીય કંપનીઓ સંઘર્ષ કરી રહી છે, ત્યાં બીજી તરફ અમેરિકન ટેક કંપનીઓ દુનિયા પર રાજ કરી રહી છે. AI ની તેજીના કારણે Nvidia $5.33 ટ્રિલિયનના માર્કેટ કેપ સાથે દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. ત્યારબાદ Alphabet (Google) $4.7 ટ્રિલિયન સાથે બીજા અને Apple $4.3 ટ્રિલિયન સાથે ત્રીજા ક્રમે છે. Microsoft અને Amazon પણ દુનિયાની Top 5 કંપનીઓમાં મજબૂતીથી સ્થાન જમાવીને બેઠી છે.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સમાચાર અને એનાલિસ્ટ્સના મંતવ્યો પર આધારિત છે. મનીકંટ્રોલ અથવા અન્ય એક્સપર્ટ્સના વ્યક્તિગત વિચારો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી હિતાવહ છે.)