CG Power Q1 Result: વર્ષના આધાર પર નફો 11% વધ્યો, આવક 29.2% વધી | Moneycontrol Gujarati
Get App

CG Power Q1 Result: વર્ષના આધાર પર નફો 11% વધ્યો, આવક 29.2% વધી

CG Power Q1 Result: પહેલા ક્વાર્ટરમાં સીજી પાવરનો નફો વર્ષના આધાર પર 11 ટકા વધીને 267 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 29.2 ટકા વધીને 2,878 કરોડ રૂપિયા પર રહી છે.

અપડેટેડ 02:55:49 PM Jul 24, 2025 પર
Story continues below Advertisement
CG Power Q1 Result: સીજી પાવર (CG Power) એ 24 જુલાઈના નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

CG Power Q1 Result: સીજી પાવર (CG Power) એ 24 જુલાઈના નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 જુન 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 11 ટકા વધીને 267 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 241.24 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 285.50 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 29.2 ટકા વધીને 2,878 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 2,227.52 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 2,789.92 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો વધારો

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 17 ટકા વધારાની સાથે 381.2 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 327.09 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 370.68 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન વર્ષના આધાર પર 14.66 ટકાથી ઘટીને 13.24 ટકા રહ્યા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 13.29 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

Coromandel International Q1 Result: વર્ષના આધાર પર નફો 62.4% વધીને ₹505 કરોડ રહ્યો, આવક પણ વધી

MoneyControl News

MoneyControl News

First Published: Jul 24, 2025 2:55 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.