ચીને સાત દુર્લભ ધાતુઓ, જેમાં ટેર્બિયમ અને ડિસ્પ્રોસિયમનો સમાવેશ થાય છે, તેના નિર્યાત પર રોક લગાવી દીધી છે.
ચીન દ્વારા રેર અર્થ મેગ્નેટના નિર્યાત પર લગાવેલા પ્રતિબંધથી ભારતની ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ પ્રતિબંધની સીધી અસર સ્પીકર, સ્માર્ટવોચ, TV અને ઇલેક્ટ્રિક વાહનોના પ્રોડક્શન પર પડી રહી છે. ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું માનવું છે કે આનાથી પ્રોડક્શન ખર્ચ વધી શકે છે અને ગ્રાહકોને ઓછી ક્વોલિટીના પ્રોડક્ટ્સ સાથે સમાધાન કરવું પડી શકે છે.
શું છે રેર અર્થ મેગ્નેટ અને તેનું મહત્ત્વ?
ચીને સાત દુર્લભ ધાતુઓ, જેમાં ટેર્બિયમ અને ડિસ્પ્રોસિયમનો સમાવેશ થાય છે, તેના નિર્યાત પર રોક લગાવી દીધી છે. આ ધાતુઓ નિયોડીમિયમ-આયર્ન-બોરોન મેગ્નેટ બનાવવા માટે જરૂરી છે, જેને પર્મેનન્ટ મેગ્નેટ તરીકે ઓળખવામાં આવે છે. આ મેગ્નેટનો ઉપયોગ નાના અને શક્તિશાળી સ્પીકર, સ્માર્ટવોચ, TV અને ઇલેક્ટ્રિક વાહનોના મોટર્સમાં થાય છે. આ મેગ્નેટની ખાસિયત એ છે કે તે નાના સાઇઝમાં પણ શ્રેષ્ઠ સાઉન્ડ ક્વોલિટી અને પાવર આપે છે.
ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, આ મેગ્નેટની કિંમત પ્રોડક્ટના કુલ ખર્ચના 5-20% હોય છે. ભારતીય કંપનીઓ આ મેગ્નેટની લગભગ 100% જરૂરિયાત ચીન પરથી આયાત કરે છે. ચીનની આ રોકથી પ્રોડક્શન થંભાવે ને કે બંધ થઇ શકે છે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી શકે છે.
ભારતીય ઇન્ડસ્ટ્રી પર અસર
ચીનના નિર્ણયથી ભારતના નોઇડા, ચેન્નઈ અને પૂએ જેવા શહેરોમાં આવેલી સ્પીકર બનાવતી ફેક્ટરીઓનું પ્રોડક્શન બંધ થવાનો ખતરો છે. ELCINAના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, NdFeB મેગ્નેટની અછતના કારણે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુંફેક્ચરર્સ (OEM) સ્પીકરોની આયાત શરૂ કરી શકે છે. આનાથી 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને મોટું નુકસાન થશે.
ચીનના બંદરો પર મેગ્નેટ અને તેને લગતી પ્રોડક્ટોને રોકવામાં આવી રહી છે. આ ઉપરાંત, ચીની નિર્યાતકોને પૂછવામાં આવે છે કે આ પ્રોડક્ટનો ઉપયોગ ક્યા થશે. આના કારણે ભારતીય કંપનીઓને સપ્લાયમાં વિલંબ થઈ રહ્યો, છે, જેની અસર સ્થાનિક TV અને ઓડિયો બ્રાન્ડ્સના પ્રોડક્શન પર પડી રહી છે.
ગ્રાહકો પર શું થશે અસર?
સાઉન્ડ ક્વોલિટીમાં ઘટાડો: નિયોડીમિયમ મેગ્નેટની અછતના કારણે કંપનીઓ ફેરાઇટ મેગ્નેટ જેવા વિકલ્પોનો ઉપયોગ કરવા મજબૂર થઈ શકે છે. ફેરાઇટ મેગ્નેટ, જે સસ્તા અને ભારે હોય છે, નિયોડીમિયમ જેવી સાઉન્ડ ક્વોલિટી આપી શકતા નથી. આનાથી ગ્રાહકોને ઓછી ક્વોલિટીના સ્પીકરો સાથે સમાધાન કરવું પડી શકે.
પ્રોડક્ટની ઉપલબ્ધતામાં વિલંબ: ચીનમાં નિર્યાત લાયસન્સ મેળવવામાં 60-80 દિવસનો સમય લાગી રહ્યો, છે, જેના કારણે ભારતીય બજારમાં TV, સ્માર્ટવોચ અને સ્પીકરની ઉપલબ્ધતા ઘટી શકે.
શું કહે છે ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો?
વીડિયોટેક્સના ડિરેક્ટર અર્જુન બાજાજ: “ચીનથી પર્મેનન્ટ મેગ્નેટના સપ્લાયમાં વિલંબ થઈ રહ્યો, છે. અમે અન્ય વિકલ્પો જેવા કે ફેરાઇટ મેગ્નેટ પર કામ કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે પ્રોડક્શન ચાલુ રહે અને ગ્રાહકોને નવા સીઝનમાં પ્રોડક્ટ મળે.”
સુપર પ્લાસ્ટ્રોનિક્સ (SPPL)ના CEO અવનીત સિંહ: “ચીની નિર્યાતકોને લાયસન્સ મેળવવામાં બે મહિનાથી વધુ સમય લાગે છે. જો આ રીતે ચાલુ રહે, તો ગ્રાહકોને સાઉન્ડ ક્વોલિટીમાં સમાધાન કરવું પડશે.”
સનવોયસ ઇલેક્ટ્રોનિક્સના CMD ચેકો મેથ્યુ: “અમે ફેરાઇટ મેગ્નેટનો ઉપયોગ શરૂ કરવા મજબૂર છીએ, જેની ક્વોલિટી નિયોડીમિયમ કરતાં ઓછી છે. સ્પીકરના પ્રોડક્શન ખર્ચમાં મેગ્નેટનો હિસ્સો 50% જેટલો હોય છે.”