Divi's Lab Q1 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 27% વધીને ₹545 કરોડ, આવક 14% વધી | Moneycontrol Gujarati
Get App

Divi's Lab Q1 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 27% વધીને ₹545 કરોડ, આવક 14% વધી

Divi's Lab Q1 Result: પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 27 ટકા વધીને 545 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 14 ટકા વધીને 2,410 કરોડ રૂપિયા પર રહી છે.

અપડેટેડ 12:36:35 PM Aug 06, 2025 પર
Story continues below Advertisement
Divi's Lab Q1 Result: ડિવિઝ લેબ્સ (Divi's Lab) એ 06 ઓગસ્ટના નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

Divi's Lab Q1 Result: ડિવિઝ લેબ્સ (Divi's Lab) એ 06 ઓગસ્ટના નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 જુન 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 27 ટકા વધીને 545 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 430 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 573 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 14 ટકા વધીને 2,410 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 2,118 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 2,437 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો વધારો

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 16.3 ટકાના વધારાની સાથે 756 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 650 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 794.8 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન વર્ષના આધાર પર 30.7 ટકાથી વધીને 31.4 ટકા પર રહ્યા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 32.6 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

RBI Credit Policy: રેપો રેટ 5.50% પર યથાવત, આરબીઆઈની MPC બેઠકમાં થઈ આ 7 મોટી જાહેરાત

MoneyControl News

MoneyControl News

First Published: Aug 06, 2025 12:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.