DLF June Quarter Results: રિયલ એસ્ટેટ કંપની DLF લિમિટેડનો ચોખ્ખો કોન્સોલિડેટેડ નફો એપ્રિલ-જૂન 2025 ક્વાર્ટરમાં રુપિયા 762.67 કરોડ હતો. આ એક વર્ષ પહેલાના રુપિયા 645.61 કરોડના નફા કરતાં 18 ટકા વધુ છે. કામગીરીમાંથી કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 99.4 ટકા વધીને રુપિયા 2716.70 કરોડ થઈ છે. જૂન 2024 ક્વાર્ટરમાં તે રુપિયા 1362.35 કરોડ હતી.
DLF એ શેરબજારોને જણાવ્યું છે કે, જૂન 2025 ક્વાર્ટરમાં તેનો કુલ ખર્ચ 2465.58 કરોડ રૂપિયા હતો. એક વર્ષ પહેલા ખર્ચ 1272.20 કરોડ રૂપિયા હતો. EBITDA 628 કરોડ રૂપિયા નોંધાયેલો હતો. કંપની પાસે 7980 કરોડ રૂપિયાની ચોખ્ખી રોકડ છે. નવી વેચાણ બુકિંગ એક વર્ષ પહેલાની તુલનામાં 78 ટકા વધીને 11425 કરોડ રૂપિયા થઈ છે.
DLF ના શેર 2 ટકા વધીને બંધ થયા
4 ઓગસ્ટના રોજ BSE પર DLF લિમિટેડના શેર 2 ટકાના વધારા સાથે 793.65 રૂપિયા પર બંધ થયા. કંપનીનું માર્કેટ કેપ 1.96 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. શેરની ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. 3 મહિનામાં ભાવ 15 ટકાથી વધુ ઉછળ્યો છે. BSE પર 52 અઠવાડિયાનો નીચો ભાવ 928.70 કરોડ રૂપિયા 26 સપ્ટેમ્બર 2024 ના રોજ બન્યો હતો. તે જ સમયે, 7 એપ્રિલ 2025 ના રોજ શેરનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ 601.20 રૂપિયા જોવા મળ્યો હતો. જૂન 2025 ના અંત સુધીમાં પ્રમોટરો કંપનીમાં 74.08 ટકા હિસ્સો ધરાવતા હતા.