વિશ્વભરમાં ભારતીય આલ્કોહોલની વધતી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને સરકાર આંતરરાષ્ટ્રીય બજારોમાં આલ્કોહોલિક અને નોન-આલ્કોહોલ ડ્રિંક્સને પ્રોત્સાહન આપવાનું આયોજન કરી રહી છે. સરકાર આગામી કેટલાક વર્ષોમાં તેના એક્સપોર્ટને એક અબજ યુએસ ડોલર (આશરે રુપિયા 8,000 કરોડ) સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે. વાણિજ્ય મંત્રાલયની એક શાખા એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) અનુસાર, ભારત હાલમાં આલ્કોહોલિક ડ્રિંકની એક્સપોર્ટના સંદર્ભમાં વિશ્વમાં 40મા ક્રમે છે.
આલ્કોહોલિક ડ્રિંકનું એક્સપોર્ટ
અંદાજ મુજબ દેશમાં એક્સપોર્ટની અપાર સંભાવના છે. મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ, ઓથોરિટીનો ઉદ્દેશ્ય મોટા વિદેશી સ્થળોએ ભારતીય આલ્કોહોલની એક્સપોર્ટ વધારવાનો છે. APEDAએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે આગામી કેટલાક વર્ષોમાં સંભવિતપણે એક્સપોર્ટ આવકને એક અબજ ડોલર સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે. 2023-24માં દેશની આલ્કોહોલિક ડ્રિંકની એક્સપોર્ટ રુપિયા 2,200 કરોડને વટાવી જશે. યુએઈ, સિંગાપોર, નેધરલેન્ડ, તાંઝાનિયા, અંગોલા, કેન્યા, રવાંડા જેવા દેશોમાં મહત્તમ એક્સપોર્ટ કરવામાં આવી હતી.
વ્હિસ્કી નિર્માતા તરીકે પ્રતિષ્ઠા વધારવામાં મોટી ભૂમિકા ભજવશે