નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ હાઇડ્રોજન ફ્યુઅલ આધારિત વ્હીકલના ઉપયોગના ટેસ્ટિંગ માટે પાંચ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. દેશભરમાં પાયલોટ પ્રોજેક્ટ્સ હેઠળ ટેસ્ટિંગ માટે બસો અને ટ્રક સહિત 37 હાઇડ્રોજન-ફ્યુઅલવાળા વ્હીકલનો ઉપયોગ કરવામાં આવશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વ્હીકલ દેશભરમાં 10 અલગ અલગ રૂટ પર દોડશે. નિવેદન અનુસાર, ઉપરોક્ત પ્રોજેક્ટ્સ ટાટા મોટર્સ લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, NTPC, ANERT, અશોક લેલેન્ડ, HPCL, BPCL અને IOCL જેવી અગ્રણી કંપનીઓને સોંપવામાં આવ્યા છે.
નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન
નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ભાગ રૂપે, સરકારે બસો અને ટ્રકોમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરવા માટે પાંચ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. અગાઉ, મંત્રાલયે આ મિશન હેઠળ પરિવહન ક્ષેત્રમાં પાયલોટ પ્રોજેક્ટ્સ લાગુ કરવા માટે ગાઇડલાઇન જાહેર કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે તે મુજબ, વિવિધ પ્રકારના હાઇડ્રોજન આધારિત વ્હીકલ, રૂટ અને હાઇડ્રોજન રિફ્યુઅલિંગ સ્ટેશનો માટે દરખાસ્તો આમંત્રિત કરવામાં આવી હતી. વિગતવાર ચકાસણી પછી, કુલ 37 વ્હીકલ (બસ અને ટ્રક) અને નવ હાઇડ્રોજન ફ્યુઅલ સ્ટેશનને સમાવતા પાંચ પાઇલટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
208 કરોડની કેન્દ્રીય સહાય