GST collections in 2025: ભારત સરકારે આજે 2 ફેબ્રુઆરીના રોજ જાન્યુઆરી 2025 માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનના આંકડા જાહેર કર્યા છે. ગયા મહિને, વાર્ષિક ધોરણે GST કલેક્શનમાં ૧૨.૩ ટકાનો વધારો થયો હતો. આ સમયગાળા દરમિયાન, સરકારી તિજોરીમાં રુપિયા૧.૯૬ લાખ કરોડ આવ્યા. ગયા મહિને એટલે કે ડિસેમ્બર 2024માં, GST કલેક્શન રુપિયા 1.76 લાખ કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 7.3 ટકા વધુ છે. આ ઉપરાંત, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 2024 માં GST કલેક્શન રુપિયા 1,73,240 કરોડ, રુપિયા 1,87,346 કરોડ અને રુપિયા 1,82,269 કરોડ રહ્યું હતું.
જાન્યુઆરી 2025 માં, સેન્ટ્રલ GST કલેક્શન રુપિયા 36,100 કરોડ હતું, જ્યારે સ્ટેટ GST કલેક્શન રુપિયા 44,900 કરોડ હતું. આ ઉપરાંત, આ મહિના માટે સંકલિત GST કલેક્શન રુપિયા ૧.૦૧ લાખ કરોડ રહ્યું. આ ઉપરાંત, GST સેસ કલેક્શન ૧૩,૪૦૦ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
કેન્દ્રીય બજેટ 2025માં નાણાકીય વર્ષ 2025-26 (નાણાકીય વર્ષ 26) માટે કેન્દ્રના GST કલેક્શનનો અંદાજ 11.8 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે, જે પાછલા વર્ષમાં એકત્રિત કરાયેલા અંદાજિત 10.6 લાખ કરોડ રૂપિયા કરતા 11.3 ટકા વધુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં મોદી 3.0 નું બીજું પૂર્ણ બજેટ રજૂ કર્યું.