HDFC Bankના શેરમાં કડાકો: Q4 પરિણામો પછી રોકાણકારો મૂંઝવણમાં, જાણો Morgan Stanley સહિત 6 દિગ્ગજ બ્રોકરેજ ફર્મ્સની લેટેસ્ટ સ્ટ્રેટેજી
HDFC Bank Share Price: HDFC Bankના માર્ચ 2026 ના પરિણામો બાદ શેરમાં 1%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. શું આ સમયે શેર ખરીદવા જોઈએ? જાણો 6 મોટી બ્રોકરેજ ફર્મ્સના ટાર્ગેટ પ્રાઈસ અને રોકાણની ખાસ ટિપ્સ.
HDFC Bank Share Price: HDFC Bankના માર્ચ 2026 ના પરિણામો બાદ શેરમાં 1%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
HDFC Bank Share Price Today: દેશની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટરની બેંક, HDFC Bankના શેરધારકો માટે આજનો દિવસ થોડો ચિંતાજનક રહ્યો છે. નાણાકીય વર્ષ 2026 ના ચોથા ક્વાર્ટર (Q4) ના પરિણામો જાહેર થયા બાદ, આજે શેરબજાર ખુલતાની સાથે જ બેંકના શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. શરૂઆતી કારોબારમાં જ HDFC Bankનો શેર 1%થી વધુ તૂટીને 790.00ના સ્તર સુધી પહોંચી ગયો હતો.
જોકે, રાહતની વાત એ છે કે માર્કેટમાં આટલા ઘટાડા છતાં 47 માંથી એક પણ એનાલિસ્ટે અત્યારે શેર વેચવાની સલાહ આપી નથી. ચાલો સમજીએ કે પરિણામોમાં એવું તે શું હતું કે શેર પર દબાણ આવ્યું અને હવે બ્રોકરેજ ફર્મ્સ આ સ્ટોક વિશે શું વિચારે છે.
પરિણામો સારા હોવા છતાં શેરમાં ઘટાડો કેમ?
HDFC Bankના પરિણામોમાં કેટલીક બાબતો રોકાણકારોની અપેક્ષા મુજબ રહી નથી:
NIIમાં નબળો ગ્રોથ: બેંકની નેટ ઇન્ટરેસ્ટ ઇનકમ (NII) વાર્ષિક ધોરણે માત્ર 3% વધી છે, જે બજારના અંદાજ કરતા ઓછી છે.
લોન ગ્રોથમાં સુસ્તી: બેંકના એડવાન્સિસમાં 12% નો વધારો થયો છે, જે બેંકિંગ ઇન્ડસ્ટ્રીના સરેરાશ ગ્રોથ કરતા ધીમો છે.
નેતૃત્વમાં અનિશ્ચિતતા: બેંકના CMD ના કાર્યકાળનું રિન્યુઅલ અને ચેરમેનની નિમણૂક જેવા મુદ્દાઓ હજુ પણ પેન્ડિંગ છે, જેની અસર સેન્ટિમેન્ટ પર પડી છે.
જોકે, પોઝિટિવ પાસું એ છે કે બેંકનો ચોખ્ખો નફો 9% વધ્યો છે અને ડિપોઝિટ્સમાં 14% નો મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. બેંકની એસેટ ક્વોલિટી પણ મજબૂત છે, જેમાં ગ્રોસ NPA માત્ર 1.15% છે.
6 મોટી બ્રોકરેજ ફર્મ્સનો શું છે અભિપ્રાય?
દિગ્ગજ બ્રોકરેજ હાઉસ હજુ પણ આ સ્ટોક પર વિશ્વાસ જાળવી રહ્યા છે. જાણો કોણે કેટલો ટાર્ગેટ આપ્યો છે:
Morgan Stanley: આ ફર્મે ‘Overweight' રેટિંગ આપ્યું છે અને 1025 નો ટાર્ગેટ આપ્યો છે. તેમના મતે ઓપરેટિંગ કોસ્ટમાં ઘટાડો થવાથી બેંકને ફાયદો થયો છે.
CLSA: આ ફર્મે 'Outperform' રેટિંગ સાથે 1200 નો સૌથી મોટો ટાર્ગેટ આપ્યો છે. લિક્વિડિટીના પડકારો વચ્ચે બેંકનું પ્રદર્શન સ્થિર હોવાનું તેમણે જણાવ્યું છે.
Nomura: નોમુરાએ ખરીદીની સલાહ જાળવી રાખી છે અને 950 નો ટાર્ગેટ આપ્યો છે. તેમને આશા છે કે ભવિષ્યમાં બેંકનો RoA 1.8% સુધી પહોંચી શકે છે.
Bernstein: ‘Outperform' રેટિંગ સાથે 1150 નો ટાર્ગેટ આપ્યો છે. બર્નસ્ટીન મુજબ, બેંકની બેલેન્સ શીટમાં એડજસ્ટમેન્ટ છતાં પ્રોફિટેબિલિટી સ્થિર રહી છે.
UBS: યુબીએસ દ્વારા પણ ખરીદીની રેટિંગ આપવામાં આવી છે અને 1175 નો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે.
JPMorgan: જેપી મોર્ગને ‘Overweight' રેટિંગ સાથે 990 નો ટાર્ગેટ આપ્યો છે. જોકે, તેમણે લિક્વિડિટી કવરેજ રેશિયોમાં ઘટાડા અંગે થોડી સાવચેતી પણ સૂચવી છે.
રોકાણકારોએ શું કરવું જોઈએ?
નિષ્ણાતોનું માનવું છે કે ટૂંકા ગાળામાં ભલે શેર પર થોડું દબાણ જોવા મળી શકે, પરંતુ લોંગ ટર્મ માટે HDFC Bank હજુ પણ મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવે છે. બ્રોકરેજ ફર્મ્સના ટાર્ગેટ પ્રાઈસ અત્યારના ભાવ કરતા ઘણા ઉપર છે, જે દર્શાવે છે કે આ ઘટાડો ખરીદીની તક હોઈ શકે છે. જોકે, કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે.
Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.