વર્ષો પછી, HDFC લિમિટેડનું HDFC બેંકમાં મર્જર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જે પ્રક્રિયા જુલાઈ 2023માં પૂર્ણ થઈ. પારેખે આ મર્જર પાછળનું મુખ્ય કારણ સમજાવતા કહ્યું કે, તે રેગ્યુલેટરના પ્રેશરને કારણે થયું હતું.
HDFC લિમિટેડના મર્જર પછી, HDFC બેંક દેશનો સૌથી મોટો પ્રાઇવેટ સેક્ટરનો બેંક બની ગઇ છે.
હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) લિમિટેડના પૂર્વ ચેરમેન દીપક પારેખે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ICICI બેંકે એક સમયે HDFCને હસ્તગત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પારેખે આ ઓફરને ઠુકરાવી દીધી હતી. તેમનું માનવું હતું કે આ પગલું તેમના માટે, HDFC માટે કે અન્ય કોઈ માટે સારું ન હોત.
ICICI બેંકની ઓફર અને દીપક પારેખનો ઇનકાર
દીપક પારેખે ICICI બેંકના પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર સાથેની એક વાતચીતમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. પારેખે કોચરને યાદ અપાવ્યું કે તેમણે એકવાર કહ્યું હતું કે "ICICI એ HDFC શરૂ કર્યું હતું. તમે પાછા કેમ નથી આવતા? આ તમારી ઓફર હતી." પારેખે જણાવ્યું કે તેમણે આ ઓફરને સ્પષ્ટપણે નકારી દીધી હતી, એમ કહીને કે "આવું કરવું મારા નામ અને કંપનીના નામ અને બાકીની વસ્તુઓ માટે સારું નહીં હોય."
HDFC અને HDFC બેંકના મર્જરનું સાચું કારણ
વર્ષો પછી, HDFC લિમિટેડનું HDFC બેંકમાં મર્જર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જે પ્રક્રિયા જુલાઈ 2023માં પૂર્ણ થઈ. પારેખે આ મર્જર પાછળનું મુખ્ય કારણ સમજાવતા કહ્યું કે, તે રેગ્યુલેટરના પ્રેશરને કારણે થયું હતું. તેમણે જણાવ્યું, "RBI એ અમારા પર દબાણ કર્યું. તેણે અમને અમુક અંશે આગળ વધવા પ્રેરિત કર્યા. તેણે અમારી મદદ કરી... અમને કોઈ રાહત મળી નહિ, કોઈ વધારાનો સમય નહિ. કંઈપણ નહિ. પરંતુ તેણે પ્રોસેસ આગળ વધારવામાં મદદ કરી અને એપ્રુવલ આપી." તેમણે આ મર્જરને સંસ્થા માટે વધુ સારું ગણાવ્યું અને કહ્યું કે દેશમાં મોટા બેંકો માટે આ યોગ્ય સમય છે.
મર્જર પછી HDFC બેંક: દેશનો સૌથી મોટી પ્રાઇવેટ બેંક
HDFC લિમિટેડના મર્જર પછી, HDFC બેંક દેશનો સૌથી મોટો પ્રાઇવેટ સેક્ટરનો બેંક બની ગઇ છે. આ મર્જર 1 જુલાઈ, 2023 ના રોજ અમલમાં આવ્યું હતું. આ મર્જર સાથે, 44 વર્ષ જૂની HDFC લિમિટેડનું નામ ઇતિહાસનો એક ભાગ બની ગયું. રસપ્રદ વાત એ છે કે HDFC બેંકને ભૂતપૂર્વ ICICI લિમિટેડની મદદ મળી હતી, જે આજની ICICI બેંકની પેરેન્ટ કંપની હતી. ભારતમાં પ્રાઇવેટ બેંકિંગનું ચિત્ર બદલવામાં HDFC બેંક અને ICICI બેંકનો સૌથી મોટો ફાળો છે.
HDFC બેંકના સ્ટોકનું પરફોર્મન્સ
20 જૂનના રોજ HDFC બેંકનો શેર 1.44% વધીને 1,963 પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં HDFC બેંકના શેરોએ લગભગ 18% રિટર્ન આપ્યું છે. જોકે, મર્જર પછી શેરોનું રિટર્ન ધીમું રહ્યું છે. આ જ સમયગાળા દરમિયાન, ICICI બેંકનો શેર 23% વધ્યો છે.