Abu Dhabi Oil: ભારતની સરકારી ઓઈલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ અમેરિકાના નવા પ્રતિબંધોના પડઘમ વચ્ચે મોટો નિર્ણય લીધો છે. કંપનીએ રશિયન તેલને બદલે અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) પાસેથી 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ગ્રેડનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે. આ સોદો ડિસેમ્બર મહિનામાં પૂરો થશે.
પ્રતિબંધોએ બનાવી નવી રણનીતિ
ગયા અઠવાડિયે અમેરિકાએ રશિયાની બે મોટી કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ પર યુક્રેન યુદ્ધને ટેકો આપવાના આરોપસર પ્રતિબંધો લગાવ્યા. આનાથી ભારતીય રિફાઇનરીઓ સજાગ થઈ ગઈ. BPCLના એક અધિકારીએ કહ્યું, “અમે હવે ફક્ત એ જ રશિયન કંપનીઓ પાસેથી તેલ લઈશું જે પ્રતિબંધની યાદીમાં નથી.”
અપર ઝકુમ vs રશિયન યુરલ્સ – મુખ્ય તફાવત
અબુ ધાબીના ઓફશોર ફિલ્ડમાંથી મળતું મધ્યમ-ભારે ક્રૂડ. સલ્ફરનું પ્રમાણ ઓછું, શુદ્ધિકરણ સરળ અને ખર્ચ ઓછો. ભારત-જાપાન જેવા એશિયન બજારમાં ખૂબ લોકપ્રિય.
કિંમતમાં સસ્તું પણ સલ્ફરનું પ્રમાણ વધુ. શુદ્ધિકરણમાં વધુ ખર્ચ અને સમય લાગે.
આયાતમાં આવી રહ્યો છે મોટો ફેરફાર
BPCL દર મહિને 1.46 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ આયાત કરે છે. અત્યાર સુધી મોટો હિસ્સો રશિયાથી આવતો હતો. હવે યોજના છે કે 50% પ્રતિબંધમુક્ત રશિયન સપ્લાયર્સ પાસેથી, 50% અબુ ધાબી, સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી ખરીદવાની સરકારની યોજના હોઇ શકે છે.