બંને દેશો એકબીજાના પ્રોડક્ટ્સ પર ડ્યુટી ઘટાડશે. સ્કોચ વ્હિસ્કી જેવા યુકે આલ્કોહોલ પરની આયાત જકાત હપ્તામાં ઘટાડવામાં આવશે. હાલમાં, યુકે સ્કોચ વ્હિસ્કી અને વાઇન પર 150 ટકા સુધીની આયાત ડ્યુટી છે.
આ કરાર હેઠળ બંને દેશો એકબીજાના પ્રોડક્ટ્સ પર આયાત જકાત ઘટાડશે.
ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચે લાંબા સમયથી ચાલતી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની વાટાઘાટો હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ કરારથી યુકેની સ્કોચ વ્હિસ્કી, વાઇન અને જગુઆર લેન્ડ રોવર જેવી લક્ઝરી કાર ભારતમાં સસ્તી થશે, જ્યારે ભારતીય ગાર્મેન્ટ અને ફૂટવેરની નિકાસ યુકેમાં વધશે.
આ કરાર હેઠળ બંને દેશો એકબીજાના પ્રોડક્ટ્સ પર આયાત જકાત ઘટાડશે. હાલમાં યુકેની સ્કોચ વ્હિસ્કી અને વાઇન પર ભારતમાં 150 ટકા સુધીની આયાત જકાત લાગે છે, જે હવે તબક્કાવાર ઘટાડવામાં આવશે. તેવી જ રીતે, યુકેની કાર જેવી કે જગુઆર લેન્ડ રોવર પર હાલ 100 ટકાની જકાત લાગે છે, જે ઘટવાથી આ કારની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થશે.
આ ઉપરાંત, હીરા, સોનું, ચાંદી અને પેટ્રોલિયમ જેવા પ્રોડક્ટ્સ પર પણ આયાત જકાતમાં ઘટાડો થશે. બીજી તરફ, યુકે ભારતના ગાર્મેન્ટ અને ફૂટવેર પર લાગતી આયાત જકાત ઘટાડશે, જેનાથી ભારતની નિકાસને વેગ મળશે. આ કરારથી યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને નોકરીની તકો પણ વધશે.
હાલના આંકડા મુજબ, ભારત યુકેમાં 10.5 અબજ ડોલરની નિકાસ કરે છે, જ્યારે યુકેમાંથી ભારત 7 અબજ ડોલરની આયાત કરે છે. આ એફટીએ બંને દેશો વચ્ચે વેપાર સંતુલનને વધુ મજબૂત કરશે.
આ પહેલાં 9 એપ્રિલના રોજ ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે યુકેના નાણામંત્રી રેચલ રીવ્સ સાથે 13મી મંત્રીસ્તરીય ભારત-યુકે આર્થિક અને નાણાકીય સંવાદ (EFD) બેઠક યોજી હતી. આ બેઠકમાં વેપાર કરારને ઝડપથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આગામી સપ્તાહના અંતે ભારતના ઉદ્યોગ મંત્રી ફરી યુકેની મુલાકાતે જઈ શકે છે, જે આ કરાર પર હસ્તાક્ષરની સંભાવનાને વધુ મજબૂત બનાવે છે. આ એફટીએ બંને દેશોના આર્થિક સંબંધોને નવી ઉંચાઈઓ પર લઈ જશે.