India's Services PMI: ભારતનો સર્વિસ સેક્ટર ધીમો પડ્યો, Services PMI 14 મહિનાના નીચલા સ્તરે, જાણો શું છે કારણ | Moneycontrol Gujarati
Get App

India's Services PMI: ભારતનો સર્વિસ સેક્ટર ધીમો પડ્યો, Services PMI 14 મહિનાના નીચલા સ્તરે, જાણો શું છે કારણ

ભારતના સર્વિસ સેક્ટરમાં સુસ્તી જોવા મળી છે. માર્ચ મહિનામાં Services PMI ઘટીને 14 મહિનાના નીચલા સ્તરે (57.5) પહોંચ્યો છે. જાણો આ ઘટાડા પાછળના કારણો અને અર્થતંત્ર પર તેની અસર.

અપડેટેડ 01:27:20 PM Apr 06, 2026 પર
Story continues below Advertisement
6 એપ્રિલના રોજ જાહેર થયેલા આંકડાઓ મુજબ, માંગમાં ઘટાડો અને વધતી મોંઘવારીના કારણે માર્ચ મહિનામાં સર્વિસ સેક્ટરનો પીએમઆઈ ઘટીને 57.5 પર આવી ગયો છે

India's Services PMI: દેશના જીડીપીમાં સૌથી મોટો ફાળો આપનારા સર્વિસ સેક્ટરની ગતિમાં ધીમાશ જોવા મળી છે. છેલ્લા નાણાકીય વર્ષ 2026 ના અંતિમ મહિના એટલે કે માર્ચમાં સર્વિસ સેક્ટરની વૃદ્ધિ ધીમી પડીને 14 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. ચાલો જાણીએ આ લેટેસ્ટ આંકડાઓ શું કહે છે અને તેની પાછળના મુખ્ય કારણો કયા છે.

શું કહે છે લેટેસ્ટ આંકડા?

સોમવાર, 6 એપ્રિલના રોજ જાહેર થયેલા આંકડાઓ મુજબ, માંગમાં ઘટાડો અને વધતી મોંઘવારીના કારણે માર્ચ મહિનામાં સર્વિસ સેક્ટરનો પીએમઆઈ (Purchasing Managers' Index - PMI) ઘટીને 57.5 પર આવી ગયો છે. જે ફેબ્રુઆરી મહિનામાં 58.1 પર હતો.

જો આપણે સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ બંને સેક્ટરને ભેગા કરીને કમ્પોઝિટ પીએમઆઈની વાત કરીએ, તો તે પણ ફેબ્રુઆરીના 58.9 થી ઘટીને માર્ચ મહિનામાં 57 પર આવી ગયો છે.

સુસ્તી છતાં ગ્રોથ ચાલુ છે: સમજો PMI નો અર્થ


ભલે પીએમઆઈ આંકડા 14 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા હોય, પરંતુ ગભરાવાની જરૂર નથી. નિયમ મુજબ, જો પીએમઆઈનો આંકડો 50 થી ઉપર હોય, તો તેનો અર્થ એ છે કે સેક ટરમાં વૃદ્ધિ થઈ રહી છે. અને જો આ આંકડો 50 થી નીચે જાય, તો જ તેનો અર્થ થાય કે સેક્ટરમાં ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ બંનેના આંકડા 50 થી ઉપર છે, એટલે કે ધીમી ગતિએ પણ બિઝનેસ વધી રહ્યો છે.

સર્વિસ સેક્ટરમાં સુસ્તી પાછળના 4 મુખ્ય કારણો

સર્વેના આંકડાઓ દર્શાવે છે કે, નવા બિઝનેસનો ગ્રોથ છેલ્લા એક વર્ષમાં સૌથી ધીમો રહ્યો છે. કંપનીઓ દ્વારા આ માટે નીચેના કારણો જવાબદાર ગણવામાં આવ્યા છે.

હરીફાઈ અને માંગમાં ઘટાડો: બજારમાં વધતી કોમ્પિટિશન અને સ્થાનિક સ્તરે ગ્રાહકોની માંગમાં થયેલો ઘટાડો.

ગ્લોબલ ટેન્શન: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે ટુરિઝમ જેવા સેક્ટર્સ પર માઠી અસર પડી છે.

મોંઘો કાચો માલ: આ જ વૈશ્વિક તણાવને લીધે એનર્જી અને કાચા માલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. છેલ્લા 45 મહિનામાં કંપનીઓના ખર્ચમાં સૌથી મોટો વધારો નોંધાયો છે.

નફા પર દબાણ: કંપનીઓએ પ્રોડક્ટ્સ અને સર્વિસના ભાવ તો વધાર્યા, પરંતુ કાચા માલના વધેલા ખર્ચની સામે આ ભાવવધારો ઓછો હતો, જેથી તેમના પ્રોફિટ માર્જિન પર દબાણ આવ્યું.

આર્થિક મોરચે અમુક રાહતના સમાચાર

આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ અમુક પોઝિટિવ વાતો સામે આવી છે. માર્ચ મહિનામાં ભારતની નિકાસની માંગ મજબૂત રહી છે અને વિદેશી ઓર્ડર્સ રેકોર્ડ લેવલની નજીક પહોંચી ગયા છે. ભવિષ્યમાં સારી માંગની આશાને કારણે કંપનીઓનો બિઝનેસ પ્રત્યેનો ભરોસો વધ્યો છે, જેના લીધે રોજગારીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-શેરબજારમાં ઉતાર-ચઢાવ: માર્કેટ ગગડ્યું છતાં આ 6 શેરોમાં છે કમાણીની શાનદાર તક, જુઓ લેટેસ્ટ ટેક્નિકલ સેટઅપ

MoneyControl News

MoneyControl News

First Published: Apr 06, 2026 1:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.