Investment Mantra: રાતોરાત અમીર બનવાની લાલચ છોડો, GenZ યુવાનો માટે SIPથી કરોડોનું ફંડ બનાવવાનો ખાસ પ્લાન
15 થી 29 વર્ષની વયના GenZ યુવાનો માટે રોકાણ શરૂ કરવાનો આ સૌથી સાચો સમય છે. ફાઈનાન્શિયલ પ્લાનર હર્ષવર્ધન રૂંગટાએ સમજાવ્યું કે કેવી રીતે 1,000 ની SIP થી 35 લાખનું ફંડ બની શકે છે.
નાની ઉંમરમાં રોકાણ શરૂ કરવાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે આપણને ભરપૂર સમય મળે છે, જેનાથી નાની રકમની SIP થી પણ મોટું ભંડોળ બની શકે છે.
Investment Mantra: જના સમયમાં આખી દુનિયામાં જો કોઈ એક જનરેશન પર સૌથી વધુ ફોકસ હોય, તો તે છે 'Gen Z'. Gen Z ની કામ કરવાની પોતાની એક અલગ જ સ્ટાઈલ છે અને તેઓ દરેક વસ્તુ પોતાની રીતે બદલવા માંગે છે. પરંતુ આ બદલાવ, વધારે ખર્ચ કરવાની ઈચ્છા અને રાતોરાત પૈસા કમાવવાના આકર્ષણ વચ્ચે ક્યાંક સાચું રોકાણ અને SIP પાછળ તો નથી છૂટી રહ્યા ને? આ જ મૂંઝવણને દૂર કરવા માટે રૂંગટા સિક્યોરિટીઝના સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર હર્ષવર્ધન રૂંગટાએ યુવાનોને ખાસ સલાહ આપી છે.
GenZ અને SIP નું ઊંડું કનેક્શન
Gen Z એટલે કે વર્ષ 1997 થી 2012 ની વચ્ચે જન્મેલા યુવાનો, જેમની હાલની ઉંમર લગભગ 15 થી 29 વર્ષની વચ્ચે છે. આ યુવાનો હાલ પોતાના કરિયરની શરૂઆત કરી રહ્યા છે અથવા શરૂઆતના તબક્કામાં છે. તેથી તેમના માટે નાણાકીય શિસ્ત કેળવવાનો આ સૌથી સાચો સમય છે. તેમની આજની આદત જ નક્કી કરશે કે ભવિષ્યમાં તેમની આર્થિક સ્થિતિ કેવી રહેશે.
નાની ઉંમરમાં રોકાણ શરૂ કરવાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે આપણને ભરપૂર સમય મળે છે, જેનાથી નાની રકમની SIP થી પણ મોટું ભંડોળ બની શકે છે. જો લોન કે દેવા પર નિર્ભરતા વધશે તો EMI નો બોજ પણ વધશે. તેથી બચત અને રોકાણ એ જ આર્થિક આઝાદીનો સાચો રસ્તો છે.
માત્ર 5 વર્ષનો વિલંબ કરશો તો અડધું રહી જશે તમારું ફંડ
વહેલું રોકાણ શરૂ કરવાથી કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ) નો કેવો જબરદસ્ત ફાયદો મળે છે, તે 1,000 ની માસિક SIP ના આ ગણિત પરથી સમજી શકાય છે (વાર્ષિક 12% ગ્રોથના અંદાજ મુજબ)
30 વર્ષ સુધી રોકાણ: જો તમે દર મહિને 1,000 ની SIP સતત 30 વર્ષ સુધી કરો છો, તો તમારું અંદાજિત ફંડ 35 લાખ રૂપિયા થઈ જશે.
25 વર્ષ સુધી રોકાણ: પરંતુ જો તમે માત્ર 5 વર્ષ મોડું કરો છો અને 1,000 ની SIP 25 વર્ષ માટે કરો છો, તો તમારું ફંડ માત્ર 18.50 લાખ રૂપિયા જ બનશે.
આ ગણતરી સ્પષ્ટ દર્શાવે છે કે રોકાણ શરૂ કરવામાં માત્ર 5 વર્ષનો વિલંબ કરવાથી તમારું કુલ ભંડોળ લગભગ અડધું રહી જાય છે.
GenZ યુવાનો સામે રહેલા 3 સૌથી મોટા પડકારો
હર્ષવર્ધન રૂંગટાનું કહેવું છે કે આજના યુવાનો સામે મુખ્યત્વે 3 મોટા પડકારો છે.
રાહ જોયા વગર તરત જ લક્ઝરી લાઈફ જીવવાની ઈચ્છા.
ધીરજનો અભાવ,આ જ કારણે Gen Z નું ક્રિપ્ટોકરન્સી પર વધારે ફોકસ જોવા મળે છે. ક્રિપ્ટો પ્લેટફોર્મ પર 40% થી 70% રોકાણકારો Gen Z છે.
વગર વિચાર્યે સોશિયલ મીડિયાની અધૂરી માહિતી પર ભરોસો કરવો.
GenZ યુવાનોએ પગારના કેટલા ટકા બચાવવા અને કયા ફંડમાં રોકવા?
હર્ષવર્ધન રૂંગટાએ યુવાનોને SIP દ્વારા ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે નીચે મુજબની રણનીતિ અપનાવવાની સલાહ આપી છે.
20% બચતનો નિયમ: Gen Z યુવાનોએ પોતાની કમાણીમાંથી ઓછામાં ઓછા 20% પૈસા ચોક્કસ બચાવવા જોઈએ
10% રિટાયરમેન્ટ માટે: તમારા પગારનો 10% હિસ્સો રિટાયરમેન્ટ ફંડ માટે રાખો અને જેમ-જેમ આવક વધે તેમ-તેમ SIP ની રકમ પણ વધારતા રહો.
બાકીના 10%: બચતના બાકીના 10% પૈસા જીવનના નાના-મોટા લક્ષ્યો પૂરા કરવા માટે રોકો
કયા ફંડ પસંદ કરવા?: લાંબા ગાળાના રોકાણ માટે લાર્જકેપ અને મિડકેપ ફંડ્સ પસંદ કરવા જોઈએ. તેમાં પણ મિડકેપ ફંડ્સમાં વધારે હિસ્સો રાખવો જોઈએ. તમારી નાની ઉંમર અને રોકાણના લાંબા સમયનો પૂરો ફાયદો ઉઠાવો અને તમારી જોખમ લેવાની ક્ષમતા મુજબ પોર્ટફોલિયો બનાવો.
ડિસ્ક્લેમર:- Moneycontrol.com પર વ્યક્ત કરવામાં આવેલા મંતવ્યો નિષ્ણાતોના પોતાના અંગત મંતવ્યો છે. આ મંતવ્યો કે ભલામણો માટે વેબસાઇટ અથવા તેનું મેનેજમેન્ટ કોઈપણ રીતે જવાબદાર નથી. મનીકંટ્રોલ તેના યુઝર્સને આગ્રહ કરે છે કે કોઈપણ પ્રકારનો રોકાણનો નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નાણાકીય નિષ્ણાતની સલાહ ચોક્કસથી લેવી.