Wipro: ડેલાપોર્ટે પોતાના રાજીનામા પત્રમાં કહ્યું- હું વિપ્રો લિમિટેડના CEO અને MD પદ પરથી રાજીનામું આપવા માટે લખી રહ્યો છું
Wipro: અગ્રણી IT કંપની વિપ્રોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) થિયરી ડેલાપોર્ટે રાજીનામું આપી દીધું છે. કંપનીએ આ જાણકારી સ્ટોક માર્કેટને આપી છે. આ સાથે કંપનીએ શ્રીનિવાસ પલ્લિયાને નવા સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે જાહેર કર્યા છે. વિપ્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, થિયરી ડેલાપોર્ટનો કાર્યકાળ 31મે 2024 સુધી છે. આ પછી શ્રીનિવાસ પલ્લિયા ચાર્જ સંભાળશે. વિપ્રોએ જણાવ્યું હતું કે પલિયાની નિમણૂક માટે, શેરધારકો અને કેન્દ્ર સરકાર પાસેથી જરૂરી મંજૂરી લેવી પડશે. તેમની નિમણૂક 7 એપ્રિલથી પાંચ વર્ષ માટે લાગુ થશે.
ડેલાપોર્ટે પોતાના રાજીનામા પત્રમાં કહ્યું- હું વિપ્રો લિમિટેડના CEO અને MD પદ પરથી રાજીનામું આપવા માટે લખી રહ્યો છું. આ એક અવિશ્વસનીય સન્માન રહ્યું છે અને તેમાં ભૂમિકા ભજવવાની તક માટે હું આભારી છું.
નિમણૂક 2020માં કરવામાં આવી હતી
જુલાઈ 2020માં વિપ્રોના CEO તરીકે નિયુક્ત થયેલા ડેલાપોર્ટે કંપનીના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ગયા વર્ષ સુધી ભારતીય આઈટી સેક્ટરમાં સૌથી વધુ પગાર મેળવતા સીઈઓ હતા. ડેલાપોર્ટના પગાર પેકેજે HCL ટેક્નોલોજીસ, TCS એક્ઝિક્યુટિવ્સને પાછળ છોડી દીધા છે. ડેલાપોર્ટનો વાર્ષિક પગાર 82 કરોડ રૂપિયાથી વધુ હતો.
ફ્રાન્સના રહેવાસી છે ડેલાપોર્ટ
56 વર્ષીય થિયરી ડેલાપોર્ટ ફ્રાન્સની રહેવાસી છે. ડેલાપોર્ટે વૈશ્વિક IT ક્ષેત્રમાં ત્રણ દાયકાનો અનુભવ ધરાવે છે. વિપ્રોના CEO ની ભૂમિકા ગ્રહણ કરતા પહેલા, તેમણે પ્રખ્યાત ફ્રેન્ચ આઈટી ફર્મ કેપજેમિની ખાતે ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે સેવા આપી હતી.
વિપ્રો સ્ટોકની સ્થિતિ
ગયા શુક્રવારે વિપ્રોના શેરનો ભાવ રૂપિયા 485.20 હતો. શેર એક દિવસ અગાઉની સરખામણીમાં 0.47% નીચા બંધ રહ્યો હતો. 19 ફેબ્રુઆરી 2024ના રોજ શેરની કિંમત 546.10 રૂપિયા હતી. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.