નાણાકીય વર્ષ 2025માં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા થયેલા લેન-દેનમાં 41 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જોકે, આ ઝડપી વૃદ્ધિ છતાં સરકારે નિર્ધારિત કરેલું લક્ષ્ય હાંસલ થઈ શક્યું નથી અને તેમાંથી લગભગ 7.5 ટકાની ખામી રહી ગઈ. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના આંકડા પ્રમાણે, સરકારે નાણાકીય વર્ષ 2025 માટે 20,000 કરોડ લેન-દેનનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ આખા વર્ષ દરમિયાન UPI દ્વારા 18,500 કરોડ લેન-દેન જ થયા. નાણાકીય વર્ષ 2024માં આ આંકડો 13,100 કરોડ હતો. આ પછી સરકારે 1,500 કરોડ રૂપિયાની UPI સબસિડી જાહેર કરીને 20,000 કરોડ ટ્રાન્ઝેક્શનનું લક્ષ્ય નક્કી કર્યું હતું.