MSMEને હવે મળશે સરળ લોન: એમ્બિટ ફિનવેસ્ટ અને DCB બેંક વચ્ચે પાર્ટનરશિપ
MSME લોન વિવિધ પ્રકારના બિઝનેસ માટે બેંકો દ્વારા ઓફર કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અથવા સર્વિસ સેક્ટરના બિઝનેસનો સમાવેશ થાય છે.
ડીસીબી બેંક સાથેની આ પાર્ટનરશિપ એમ્બિટ ફિનવેસ્ટ માટે ચોથું કો-લેન્ડિંગ એલાયન્સ છે.
ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે લોન મેળવવી હવે વધુ સરળ બનશે. એમ્બિટ ગ્રુપની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની શાખા, એમ્બિટ ફિનવેસ્ટ એ જાહેરાત કરી છે કે તેણે ડીસીબી બેંક સાથે MSMEને લોન આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી છે. આ સહયોગથી MSME સેક્ટરને ફાઇનાન્સિયલ સપોર્ટ પૂરો પાડવામાં મદદ મળશે.
પાર્ટનરશિપની વિગતો
પીટીઆઈના અહેવાલ મુજબ, ડીસીબી બેંક સાથેની આ પાર્ટનરશિપ એમ્બિટ ફિનવેસ્ટ માટે ચોથું કો-લેન્ડિંગ એલાયન્સ છે. અગાઉ, એમ્બિટ ફિનવેસ્ટ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા , સિડબી અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સાથે પણ આવી જ પાર્ટનરશિપ કરી ચૂક્યું છે.
આ વ્યવસ્થા ભારતીય રિઝર્વ બેંકના કો-લેન્ડિંગ ફ્રેમવર્ક અનુસાર છે. આ ફ્રેમવર્કનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાયોરિટી સેક્ટરમાં લોનના પ્રવાહને વેગ આપવા માટે બેંકો અને NBFCsની સંયુક્ત શક્તિઓનો લાભ ઉઠાવવાનો છે. આ સ્ટ્રેટેજિક એલાયન્સ એમ્બિટ ફિનવેસ્ટને ડીસીબી બેંકની મજબૂત બેલેન્સ શીટનો લાભ ઉઠાવીને વધુ કોમ્પિટિટિવ અને મિક્સડ ઇન્ટરેસ્ટ રેટ્સ પર સિક્યોર્ડ બિઝનેસ લોન પ્રોવાઈડ કરવા સક્ષમ બનાવશે.
લોન મેળવવામાં પડતી ચેલેન્જીસ થશે ઓછી
એમ્બિટ ફિનવેસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંજય અગ્રવાલ એ જણાવ્યું હતું કે, "આ પાર્ટનરશિપ દ્વારા, અમારો ઉદ્દેશ્ય MSMEના વ્યાપક ક્ષેત્ર સુધી પહોંચવાનો છે, જેમાંથી ઘણાને પૂરતી લોન મેળવવામાં પડકારનો સામનો કરવો પડે છે." આ પહેલથી MSMEને તેમના બિઝનેસના વિકાસ માટે જરૂરી ફંડિંગ સરળતાથી ઉપલબ્ધ થશે.
MSME લોન કોને મળે છે?
MSME લોન વિવિધ પ્રકારના બિઝનેસ માટે બેંકો દ્વારા ઓફર કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અથવા સર્વિસ સેક્ટરના બિઝનેસનો સમાવેશ થાય છે. લોન માટે પાત્ર બનવા માટે, બિઝનેસને સામાન્ય રીતે MSME તરીકે રજિસ્ટર્ડ હોવા જોઈએ. તેમની પાસે વેલિડ ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હોવું જોઈએ, અને ટર્નઓવર, પ્રોફિટેબિલિટી અને ક્રેડિટ સ્કોર સંબંધિત અમુક ક્રાઇટેરિયા પણ પૂરા કરવા જોઈએ.
MSMEની ત્રણ કેટેગરી
માઈક્રો: જો પ્લાન્ટ અને મશીનરી અથવા ઇક્વિપમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ 2.5 કરોડથી વધુ ન હોય અને વાર્ષિક ટર્નઓવર 10 કરોડથી વધુ ન હોય, તો તે માઈક્રો કેટેગરીમાં આવે છે.
સ્મોલ: જો પ્લાન્ટ અને મશીનરી અથવા ઇક્વિપમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ 25 કરોડથી વધુ ન હોય અને વાર્ષિક ટર્નઓવર 100 કરોડથી વધુ ન હોય, તો તે સ્મોલ કેટેગરીમાં આવે છે.
મીડિયમ: જો પ્લાન્ટ અને મશીનરી અથવા ઇક્વિપમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ 125 કરોડથી વધુ ન હોય અને વાર્ષિક ટર્નઓવર 500 કરોડથી વધુ ન હોય, તો તે મીડિયમ કેટેગરીના MSMEમાં આવે છે.