મ્યુચ્યુઅલ ફંડ્સના ફેવરિટ છે રિલાયન્સ, ઇન્ફોસિસ સહિત આ 8 સ્ટૉક્સ, 600થી વધુ સ્કીમ્સનું રોકાણ
મ્યુચ્યુઅલ ફંડ્સની પસંદગીના સ્ટૉક્સમાં રિલાયન્સ, ઇન્ફોસિસ સહિત 9 કંપનીઓના શેરોનો સમાવેશ થાય છે, જેમાં 500થી વધુ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સે રોકાણ કર્યું છે.
ઇજનેરી ક્ષેત્રની જાણીતી કંપની લાર્સન એન્ડ ટુબ્રો આ લિસ્ટમાં સાતમા સ્થાને છે.
શેરબજારમાં રોકાણના અનેક રસ્તાઓ છે. જે લોકો સીધું શેરબજારમાં રોકાણ નથી કરતા, તેઓ મ્યુચ્યુઅલ ફંડ્સના માધ્યમથી શેરબજારમાં પૈસા લગાવે છે. મ્યુચ્યુઅલ ફંડ હાઉસ રોકાણકારોના પૈસાને વિવિધ કંપનીઓના શેરોમાં રોકે છે. આજે આપણે એવી કંપનીઓ વિશે જાણીશું, જે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના ફેવરિટ સ્ટૉક્સ છે. મ્યુચ્યુઅલ ફંડ્સની પસંદગીના સ્ટૉક્સમાં રિલાયન્સ, ઇન્ફોસિસ સહિત 9 કંપનીઓના શેરોનો સમાવેશ થાય છે, જેમાં 500થી વધુ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સે રોકાણ કર્યું છે.
લિસ્ટમાં પ્રથમ સ્થાને ICICI બેન્ક
ACE મ્યુચ્યુઅલ ફંડના ડેટા અનુસાર, આ લિસ્ટમાં પ્રથમ સ્થાને ICICI બેન્કનો શેર છે. ખાનગી ક્ષેત્રની આ બેન્કમાં 663 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનું રોકાણ છે. વિવિધ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ પાસે ICICI બેન્કના 173 કરોડ શેર છે.
આ લિસ્ટમાં બીજા સ્થાને HDFC બેન્ક છે. આ ખાનગી બેન્કમાં 657 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના કુલ 159 કરોડ શેર છે.
-આઈટી ક્ષેત્રની ઇન્ફોસિસ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. ઇન્ફોસિસમાં 603 સ્કીમ્સના 76 કરોડ શેર છે.
-દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતી એરટેલ આ લિસ્ટમાં ચોથા સ્થાને છે. ભારતી એરટેલમાં 593 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના લગભગ 62.07 કરોડ શેર છે.
-મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ લિસ્ટમાં પાંચમા સ્થાને છે. રિલાયન્સમાં 580 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના 122 કરોડ શેર છે.
-સરકારી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક SBI આ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે. 548 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પાસે આ બેન્કના 107 કરોડ શેર છે.
-ઇજનેરી ક્ષેત્રની જાણીતી કંપની લાર્સન એન્ડ ટુબ્રો આ લિસ્ટમાં સાતમા સ્થાને છે. આ કંપનીમાં 521 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના 27.13 કરોડ શેર છે.
-ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્ક પણ આ લિસ્ટમાં સામેલ છે અને તે આઠમા સ્થાને છે. લગભગ 503 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ પાસે આ ખાનગી બેન્કના 95.89 કરોડ શેર છે.