ભારતે પાકિસ્તાનથી હિમાલયન પિંક સોલ્ટના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યા બાદ પાકિસ્તાનના સેંધા નમકના કારોબારીઓ નવા આંતરરાષ્ટ્રીય બજારોની શોધમાં લાગી ગયા છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2024ના આતંકવાદી હુમલા બાદ, જેમાં 26 લોકોના મોત થયા હતા, ભારતે પાકિસ્તાન સાથેના વેપારી સંબંધો તોડી નાખ્યા. આ પ્રતિબંધે પાકિસ્તાનના સેંધા નમકના એક્સપોર્ટ ઉદ્યોગને મોટો ઝટકો આપ્યો છે, જેની ભારતમાં ભારે માંગ હતી.
2024માં 12 કરોડ ડોલરનું એક્સપોર્ટ
પાકિસ્તાને 2024માં કુલ 3,50,000 ટન સેંધા નમકનું એક્સપોર્ટ કર્યું હતું, જેની કિંમત આશરે 12 કરોડ ડોલર હતી. આ નમક, ખાસ કરીને હિમાલયન પિંક સોલ્ટ, ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવતું હતું. પરંતુ ભારતના પ્રતિબંધ બાદ આ એક્સપોર્ટ બંધ થઈ ગયું છે. ગની ઇન્ટરનેશનલના સિનિયર ડિરેક્ટર મન્સૂર અહમદે જણાવ્યું, "ભારત અમારા સેંધા નમકનું સૌથી મોટું ઇમ્પોર્ટર હતું. હવે આ બજાર બંધ થઈ ગયું છે, જેન એક્સપોર્ટર્સ માટે મોટું નુકસાન છે."
પાકિસ્તાન: હિમાલયન પિંક સોલ્ટનું એકમાત્ર ઉત્પાદક
નવા બજારોમાં વિસ્તરણની તૈયારી
પાકિસ્તાનના એક્સપોર્ટર્સ આ પ્રતિબંધથી હતાશ છે, સાથે તેઓ નવી તકો શોધી રહ્યા છે. ઇત્તેફાક કંપનીઝના CEO શહઝાદ જાવેદે જણાવ્યું કે 2025ની પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચીનમાં સેંધા નમકનું એક્સપોર્ટ 40% વધ્યું છે. આ ત્રિમાસિકમાં 18.3 લાખ ડોલરના 136.4 કરોડ કિલો નમકનું એક્સપોર્ટ થયું. તેમણે કહ્યું, "અમે હવે અમેરિકા, વિયેતનામ, ચીન, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, તુર્કી, નેધરલેન્ડ્સ, ઇટાલી, બ્રિટન, જર્મની, બ્રાઝિલ, UAE, જાપાન, સિંગાપોર, ચિલી, દક્ષિણ આફ્રિકા અને રશિયા જેવા દેશોમાં એક્સપોર્ટ વધારવા પ્રયાસ કરી રહ્યા છીએ."