ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ પોતાના ખાતાધારકો અને સામાન્ય લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતા ડીપફેક સ્કેમ વીડિયો અંગે સાવધાન રહેવા જણાવ્યું છે. બેન્કે એક જાહેર સૂચના જારી કરીને આવા ડીપફેક વીડિયો સામે ચેતવણી આપી છે. આ વીડિયોમાં ખોટો દાવો કરવામાં આવે છે કે SBIએ ભારત સરકાર અને કેટલીક મલ્ટિનેશનલ કંપનીઓ સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત રોકાણ પ્લેટફોર્મ શરૂ કર્યું છે, જે રોકાણકારોને મોટું રિટર્ન આપે છે. SBIએ સ્પષ્ટ કર્યું છે કે આવા દાવા સંપૂર્ણપણે ખોટા છે અને આવી કોઈ યોજના અસ્તિત્વમાં નથી.