Closing Bell: કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજાર મર્યાદિત રેન્જમાં જોવા મળ્યું હતું. FMCG શેરએ બજારનો મૂડ બગાડ્યો. ઓટો અને ફાર્મા શેરોમાં વેચવાલીનું દબાણ હતું. મિડકેપ શેર્સમાં સારી ખરીદી જોવા મળી હતી. મેટલ શેરોમાં પણ ખરીદી હતી જ્યારે BSE કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 1% વધ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 200.66 પોઈન્ટ્સ અથવા 0.25 ટકાના ઘટાડા સાથે 81,508.46 પર બંધ થયો હતો. નિફ્ટી 58.80 પોઈન્ટ અથવા 0.24 ટકાના ઘટાડા સાથે 24,619.00 પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ
ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 200.66 પોઈન્ટ્સ અથવા 0.25 ટકાના ઘટાડા સાથે 81,508.46 પર બંધ થયો હતો. નિફ્ટી 58.80 પોઈન્ટ અથવા 0.24 ટકાના ઘટાડા સાથે 24,619.00 પર બંધ રહ્યો હતો.
ટાટા કન્ઝ્યુમર, એચયુએલ, ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, નેસ્લે ઈન્ડિયા નિફ્ટીના ટોપ લૂઝર હતા. જ્યારે એલએન્ડટી, વિપ્રો, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, બીપીસીએલ, ટાટા સ્ટીલ ટોપ ગેનર હતા. આજે ટ્રેડિંગની શરૂઆતમાં L&T, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, કોટક મહિન્દ્રા બેંક, HDFC બેંક, અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં મુખ્ય ઉછાળો હતો, જ્યારે ટાટા કન્ઝ્યુમર, HUL, નેસ્લે, ટાટા મોટર્સ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝમાં ઘટાડો જોવા મળ્યો હતો.
FMCG અને મીડિયા સૂચકાંકો 2 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે ફાર્મા, પીએસયુ બેન્ક, ઓટો, એનર્જી ઇન્ડેક્સ 0.5 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. વહીમ કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 1 ટકા અને મેટલ ઈન્ડેક્સ 0.5 ટકાના વધારા સાથે બંધ થયા હતા.
લૌરસ લેબ, ડિવિસ લેબ અને પિરામલ ફાર્મા જેવા શેર સપાટ પડ્યા છે. અમેરિકામાં બાયોસિક્યોર એક્ટના કડક પગલાં પાછા ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનની બાયોટેક કંપનીઓને તેનો સીધો ફાયદો થશે. યુએસ બાયોસિક્યોર એક્ટમાં ચીનની કંપનીઓને રાહત મળી છે.