શેરબજારમાં રોનક પરત ફરી: 5 સેકન્ડમાં રોકાણકારો કમાયા 4.29 લાખ કરોડ, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં તેજીનું મુખ્ય કારણ | Moneycontrol Gujarati
Get App

શેરબજારમાં રોનક પરત ફરી: 5 સેકન્ડમાં રોકાણકારો કમાયા 4.29 લાખ કરોડ, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં તેજીનું મુખ્ય કારણ

Sensex Nifty live updates: શેરબજારમાં આજે જોરદાર રિકવરી જોવા મળી છે. માર્કેટ ખૂલતાની સાથે જ 5 સેકન્ડમાં રોકાણકારોની સંપત્તિમાં 4.29 લાખ કરોડનો વધારો થયો છે. જાણો બજારની તેજી પાછળનું મોટું કારણ.

અપડેટેડ 10:20:52 AM Mar 10, 2026 પર
Story continues below Advertisement
Sensex Nifty live updates: શેરબજારમાં આજે જોરદાર રિકવરી જોવા મળી છે.

Sensex Nifty live updates: આજે ભારતીય શેરબજારમાં ફરીથી હરિયાળી પાછી ફરી છે અને રોકાણકારોના ચહેરા પર ખુશી જોવા મળી છે. માર્કેટ ખૂલતાની સાથે જ ગણતરીની 5 સેકન્ડમાં રોકાણકારોની સંપત્તિમાં લગભગ 4 લાખ કરોડથી વધુનો જંગી વધારો થયો છે. ડોમેસ્ટિક ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 50 માં પણ આજે શાનદાર રિકવરી અને તેજી જોવા મળી રહી છે.

તેજી પાછળનું મોટું કારણ: ટ્રમ્પનું નિવેદન અને ક્રૂડ ઓઈલમાં ઘટાડો

ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાને કારણે ભારતીય બજારમાં રોનક આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને જલદી ખતમ થવાની આશા વ્યક્ત કરી છે. આ નિવેદન બાદ વૈશ્વિક સ્તરે તેલના સપ્લાયની ચિંતા હળવી થઈ છે. પરિણામે, ક્રૂડ ઓઈલ જે 1 દિવસ પહેલા ઉછળીને બેરલ દીઠ $120 ની નજીક પહોંચી ગયું હતું, તે ગગડીને હવે $95 ની નીચે આવી ગયું છે. એશિયન માર્કેટમાં પણ ચોમેર હરિયાળી હોવાથી ભારતીય બજારને સારો સપોર્ટ મળ્યો છે.

માર્કેટ ખૂલતા જ રોકાણકારોને 4.29 લાખ કરોડનો ફાયદો

માર્કેટ કેપના આંકડા પર નજર કરીએ તો રોકાણકારોને મોટી કમાણી થઈ છે 1 દિવસ પહેલા એટલે કે 09 માર્ચ 2026 ના રોજ BSE પર લિસ્ટેડ તમામ શેરોનું કુલ માર્કેટ કેપ 4,41,10,262.45 કરોડ હતું. આજે 10 માર્ચ 2026 ના રોજ માર્કેટ ખૂલતાની સાથે જ આ આંકડો વધીને 4,45,40,192.35 કરોડ પર પહોંચી ગયો. આનો સીધો અર્થ એ છે કે બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોની મૂડીમાં 4,29,929.9 કરોડનો ઉછાળો આવ્યો છે.


સેન્સેક્સ અને નિફ્ટીની હાલની સ્થિતિ

આજે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં શાનદાર ખરીદી જોવા મળી રહી છે:

BSE Sensex: હાલમાં સેન્સેક્સ 675.51 પોઈન્ટ (0.87%) ના વધારા સાથે 78,241.67 પર ટ્રેડ કરી રહ્યો છે.

Nifty 50: નિફ્ટી ઇન્ડેક્સ પણ 186.45 પોઈન્ટ (0.78%) ઉછળીને 24,214.50 ના સ્તર પર પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સોમવારે (09 માર્ચ) બજારમાં મોટો કડાકો બોલ્યો હતો, જેમાં સેન્સેક્સ 1352.74 પોઈન્ટ તૂટીને 77,566.16 પર અને નિફ્ટી 422.40 પોઈન્ટ ઘટીને 24,028.05 પર બંધ થયો હતો.

શેરબજારમાં આજની અંદરની સ્થિતિ

નિફ્ટી 50ની વીકલી એક્સપાયરીના દિવસે આજે તમામ સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ રોકાણકારો પૂરો રસ દાખવી રહ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 4 શેર જ આજે લાલ નિશાનમાં છે. ઇન્ડિગો, એશિયન પેઇન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરોમાં સૌથી વધુ તેજી નોંધાઈ છે. આજે BSE પર કુલ 2613 શેરોમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેમાંથી 2029 શેરોમાં મજબૂતી (તેજી) છે, 455 શેરોમાં ઘટાડો છે અને 129 શેરોમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. 21 શેરોએ આજે 1 વર્ષની નવી ટોચ (52-week high) બનાવી છે, જ્યારે 45 શેરો 1 વર્ષના તળિયે (52-week low) પહોંચ્યા છે. બજારમાં આજે 59 શેરોમાં અપર સર્કિટ અને 51 શેરોમાં લોઅર સર્કિટ વાગી છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો ઘટાડો અને વિદેશી બજારોના સકારાત્મક સંકેતોએ આજે ભારતીય શેરબજારમાં પ્રાણ પૂર્યા છે. રોકાણકારો માટે આજનો દિવસ અત્યાર સુધી અત્યંત લાભદાયી સાબિત થયો છે.

આ પણ વાંચો- Stock Market Update: અમેરિકા-ઈરાન યુદ્ધ પૂરું થવાના સંકેતથી શેરબજારમાં રોનક! સેન્સેક્સ 655 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24200ને પાર

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 10, 2026 10:20 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.