Voda-ideaએ અનલિમિટેડ 5G પ્લાન કર્યા લૉન્ચ, જાણો સૌથી સસ્તા પ્લાન સહિતની ડિટેલ્સ
વોડાફોન-આઈડિયાએ મુંબઈમાં તેની 5G સર્વિસ લાઈવ શરૂ કરી છે અને અનલમિટેડ ડેટા પ્લાન શરૂ કર્યા છે. પ્રીપેડ પ્લાનની શરૂઆત 299 રૂપિયાથી થાય છે, જ્યારે પોસ્ટપેઇડની કિંમત 451 રૂપિયા હશે. આ ઓફર હાલમાં ફક્ત મુંબઈના યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. કંપની દાવો કરી રહી છે કે ટૂંક સમયમાં તે 5G દિલ્હી, બિહાર અને પંજાબમાં પણ લાઇવ થશે. જો કે તે ગુજરાતમાં ક્યારે તેવી સર્વિસ શરૂ કરશે તે અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધી નથી.
Vi એટલે વોડા-આઇડિયા. ભારતમાં 5G મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ શરૂ થઈ ત્યારથી, VI વિશે મોટાભાગના પ્રશ્નો ઉભા થયા છે.
Vi એટલે વોડા-આઇડિયા. ભારતમાં 5G મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ શરૂ થઈ ત્યારથી, VI વિશે મોટાભાગના પ્રશ્નો ઉભા થયા છે. કંપની જિયો અને એરટેલની સરખામણીમાં તેની 5G સર્વિસ ઘણી મોડી શરૂ કરવામાં સફળ રહી છે, પરંતુ જેમ કહેવત છે તેમ, ક્યારેય ન હોય તેના કરતાં મોડું સારું છે. VI એ મુંબઈમાં તેની 5G સર્વિસ લાઇવ કરી છે અને 5G પ્લાન પણ લોન્ચ કર્યા છે. ટેલિકોમટોકના એક રિપોર્ટ અનુસાર, કંપની પ્રીપેડ અને પોસ્ટપેઇડ બંને યુઝર્સને અનલમિટેડ 5G ડેટા ઓફર કરી રહી છે. પ્રીપેડ પ્લાનની શરૂઆત રુપિયા 299થી થાય છે, જ્યારે પોસ્ટપેડ પ્લાનની કિંમત અનલિમિટેડ 5G માટે રુપિયા 451 હશે.
Viના પ્લાન Jio-Airtel કરતાં અલગ
રિપોર્ટ અનુસાર, હાલમાં આ અનલમિટેડ 5G ફક્ત મુંબઈના યુઝર્સને જ આપવામાં આવશે. VIની વેબસાઇટ પર એક નવું પેજ પણ શરૂ કરવામાં આવ્યું છે. પેજમાં 5G સર્વિસ વિશે માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલા વેબસાઇટ પર થોડું કામ ચાલી રહ્યું હતું. હવે તેને અપડેટ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે Jio અને Airtel 2GB દૈનિક ડેટા પ્લાન પર અનલમિટેડ 5G ઓફર કરે છે, પરંતુ VI કંઈક નવું લઈને આવ્યું છે.
1 GB પ્લાન પર પણ અનલિમિટેડ 5G
Viએ કહ્યું છે કે તેની અનલમિટેડ 5G સર્વિસ એક ખાસ ઓફર છે, જે માત્ર થોડા સમય માટે છે. જોકે, કંપની એવા પ્લાન પર અનલમિટેડ 5G પણ ઓફર કરી રહી છે જે દરરોજ 1GB ડેટા આપે છે. જો યુઝર્સ VI ના 5G નેટવર્ક સાથે કનેક્ટ થઈને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, તો તેમને ડેટાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
આ પ્રીપેડ પ્લાન્સ પર અનલિમિટેડ 5G ઉપલબ્ધ
રિપોર્ટ અનુસાર, VI જે પ્રીપેડ પ્લાન પર અનલમિટેડ 5G ઓફર કરી રહ્યું છે, તેમાં સૌથી સસ્તો પ્લાન 299 રૂપિયાનો છે. તે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ સિવાય 365 રૂપિયા, 349 રૂપિયા, 479 રૂપિયા, 719 રૂપિયાના પ્લાન પર અનલિમિટેડ 5G આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, કંપની બધા પ્રીપેડ પ્લાન પર અનલિમિટેડ 5G અને વધારાનો ડેટા પણ ઓફર કરી રહી છે. જોકે, હાલમાં તે ફક્ત મુંબઈ માટે જ છે. પોસ્ટપેડના કિસ્સામાં, યુઝર્સએ ઓછામાં ઓછા 451 રૂપિયાનો પ્લાન લેવો પડશે. આ ઓફર ફક્ત તે વિસ્તારોમાં જ કામ કરશે જ્યાં 5G નેટવર્ક ઉપલબ્ધ છે.
દિલ્હી, બિહારમાં ટૂંક સમયમાં નેટવર્ક શરૂ થશે
VI ની 5G સર્વિસ હમણાં જ મુંબઈમાં શરૂ થઈ છે. કંપની દાવો કરી રહી છે કે તેની સર્વિસ ટૂંક સમયમાં બિહાર, દિલ્હી, કર્ણાટક, મુંબઈ અને પંજાબમાં શરૂ થશે. કંપનીનો દાવો છે કે હાઇ-સ્પીડ નેટવર્ક એપ્રિલ 2025માં લોન્ચ થઈ શકે છે.