કમોડિટી રિપોર્ટ: તેલિબિયાના આઉટલૂક પર ચર્ચા, જીરામાં ઉત્પાદન વધ્યું છતાં ભાવ ઉપર - commodity report debate on telebia outlook prices up despite increased production in cumin | Moneycontrol Gujarati
Get App

કમોડિટી રિપોર્ટ: તેલિબિયાના આઉટલૂક પર ચર્ચા, જીરામાં ઉત્પાદન વધ્યું છતાં ભાવ ઉપર

આજની આ ખાસ રજૂઆતમાં આપણે વાત કરીશુ એગ્રીકોમોડિટીસની, અને આપણો મુખ્ય ફોકસ રેહશે તેલીબિયા

અપડેટેડ 04:54:08 PM Mar 03, 2023 પર
Story continues below Advertisement

આજની આ ખાસ રજૂઆતમાં આપણે વાત કરીશુ એગ્રીકોમોડિટીસની, અને આપણો મુખ્ય ફોકસ રેહશે તેલીબિયા. તો ઘટતી રાયડાની કિંમતો અને વધતી એરંડાની આવકો કેટલી ચિંતાજનક અને શુ રહેશે આગળનુ આઉટલુક પર કરીશુ ચર્ચા.

શરૂઆત કરીશુ મસ્ટર એટલે કે રાયડાથી. રાયડાની કિંમતો ખાસી એવી ઘટી ચુકી છે. અમુક રાજ્યોમાં રાયડાની કિંમતો ₹3800/ક્વિંટલની નીચે પહોચી છે જ્યારે MSP ₹5450/ક્વિંટલ છે અને ગયા વર્ષની કિંમતોની વાત કરીએ તો ₹7000/ક્વિંટલની આસપાસ રહેતી દેખાઇ હતી.

રાયડાના ભાવ ઘટ્યા

રાયડાના ભાવ MSPની નીચે આવ્યા. ઘણાં રાજ્યોમાં ભાવ ₹3800/ક્વિંટલની નીચે છે. 2023-24 માટે MSP ₹5450/ક્વિંટલ છે. કિંમતોમાં 25% ઘટાડો સુધીનો આવ્યો. 2022માં ₹7000/ક્વિંટલને પાર ભાવ નીકળ્યા હતા. ભાવ ઘટવાથી ખેડૂતોની તકલીફો વધી. ખેડૂતોને ₹15000/એકરનું નુકસાન થયુ છે. સરકારે હજુ સુધી ખરીદી શરૂ નથી કરી. ઓછા ભાવે પ્રાઈવેટ એન્જસીઓ ખરીદી રહી છે. ઉત્પાદન વધારે હોવાથી ભાવમાં ઘટાડો આવ્યો.

રાયડાનું ઉત્પાદન

ઉત્પાદન 128.18 લાખ ટન રહેવાનું અનુમાન છે. ગયા વર્ષની સરખામણીએ 7% ઉત્પાદન વધવાની આશા છે. રવી સિઝનમાં 98.02 લાખ હેક્ટરમાં થઈ વાવણી. 2021-22માં 91 લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી.

SEAની અપીલ

કિંમતોમાં ઘટાડાને રોકાવો જરૂરી છે. ઘટાડો રોકવા માટે સરકારી દખલ જરૂરી છે. રિફાઈન્ડ પામ તેલ ઈમ્પોર્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. સરકાર જલ્દી રાયડાની ખરીદી શરૂ કરે. મંડીઓમાં રોજ સપ્લાઈ વધી રહી છે. CPO, પામોલિનની આયાત ડ્યૂટીનું અંતર વધારે છે. ડ્યૂટીમાં અતંર ઓછામાં ઓછું 20% વધારે સરકારે રાખ્યુ છે.

હવે વાત કરીએ એરંડાની, તો 2022-23માં એરંડાનુ ઉત્પાદન વધ્યુ છે અને નવા પાકની વાવણી પણ શરૂ થઇ ચુકી છે.

એરંડાના ઉત્પાદનમાં વધારો

2022-23માં એરંડાનું ઉત્પાદન 15% વધ્યું છે. ઉત્પાદન વધીને 19.46 લાખ ટન થયું. બજારમાં નવા પાકની આવક શરૂ થઈ. પાછલા વર્ષની સામે વાવણી પણ 13% વધી. એરંડાની વાવણી 9.18 લાખ હેક્ટરમાં થઈ. SEA નું કહેવુ છે કે એરંડાની ગ્લોબલ માગ વધવાની આશા છે. આગળ તેમણે કહ્યુ કે 2022ની સામે માગ વધવાની આશા છે. ભારત એરંડા સીડનો સૌથી મોટો ઉત્પાદક છે.

એરંડાનું ઉત્પાદન

2021-22 માં એરંડાનું ઉત્પાદન 16.94 લાખ ટન થયુ હતુ, તો વાવણી 8.11 લાખ હેક્ટર કરવામાં આવી હતી. જ્યારે 2022-23માં એરંડાનું ઉત્પાદન 19.46 લાખ ટન કરવામી આવી છે, તો વાવણી 9.18 લાખ હેક્ટર કરવામાં આવી છે.

2021-22 માં એરંડાનું ઉત્પાદન 2087 કિલો/હેક્ટર કરવામાં આવી હતી, જ્યારે 2022-23 માં એરંડાનું ઉત્પાદન 2129 કિલો/હેક્ટર કરવામાં આવી છે.

અહીં થાય છે એરંડાની ખેતી

એરંડાની ખેતી ગુજરાત,રાજસ્થાન,આંધ્ર પ્રદેશ અને તેલંગાણા અહીં થાય છે.

અહીંયા કેટલો એરંડા?

2021-22 માં ગુજરાતમાં એરંડામાં ઉત્પાદન 14.55 લાખ ટન કરવામાં આવ્યુ હતુ, જ્યારે 2022-23માં ગુજરાતમાં એરંડામાં 16.17 લાખ ટન કરવામાં આવ્યુ છે. 2021-22 માં રાજસ્થાનમાં એરંડામાં ઉત્પાદન 1.94 લાખ ટન કરવામાં આવ્યુ હતુ, જ્યારે 2022-23માં રાજસ્થાનમાં એરંડામાં 2.64 લાખ ટન કરવામાં આવ્યુ છે.

જીરામાં કારોબાર

જીરાના ભાવમાં વધારો જોવા મળ્યો. જાન્યુઆરીમાં ₹36790 ના શિખરે ભાવ હતા. પાકની આવક વધવા છતાં પણ ભાવ વધારે છે. ઉત્પાદન વધ્યુ છતાં પણ ભાવ વધારે છે. જીરાની આવક અનુમાનથી વધારે થઈ રહી છે. મોટા ભાગના બજારોમાં જીરાની આવક શરૂ થઈ. આ વર્ષે અનુમાનથી વધારે પાક થવાનું અનુમાન છે.

જીરાની એક્સપોર્ટ

2017-18 માં જીરાનો એક્સોર્ટ 1.44 લાખ ટન થયો હતો. જ્યારે 2018-19 માં જીરાનો એક્સોર્ટ 1.80  લાખ ટન થયો હતો. તો 2019-20 માં જીરાનો એક્સોર્ટ 2.14 લાખ ટન થયો હતો. ત્યારે 2020-21 માં જીરાનો એક્સોર્ટ 2.98 લાખ ટન થયો હતો. જ્યારે 2021-22 માં જીરાનો એક્સોર્ટ 2.17 લાખ ટન થયો હતો.

ભારતમાં જીરાનું ઉત્પાદન

ભારતમાં જીરાનું ઉત્પાદન 2022 માં 3.88 લાખ ટન થયુ હતુ. જ્યારે 2023 માં ભારતમાં જીરાનું ઉત્પાદન 4.14 લાખ ટન થવાનું અનુમાન છે.

જીરાની વાવણીનો વિસ્તાર

રાજસ્થાનમાં જીરાની વાવણીનો વિસ્તારનો એરિયા 6.10 લાખ હેક્ટર છે. જ્યારે ગુજરાતમાં જીરાની વાવણીનો વિસ્તારનો એરિયા 2.75 લાખ હેક્ટર છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 03, 2023 12:38 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.