વ્યાજ દર વધારામાં હળવાશની આશંકાએ US ડૉલરમાં દબાણ આવ્યું, ટ્રેઝરી યીલ્ડ પણ 3 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ, જેને કારણે આજે સોનાની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. COMEX પર સોનું 1876 ડૉલરની ઉપર લગભગ 7 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચ્યું, તો સ્થાનિક બજારમાં 56,075ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. MCX પર શરૂઆતી કારોબારમાં સોનું 2020 બાદથી સૌથી ઉપલા સ્તરની પાસે પહોંચતું દેખાયું.
ચાંદીમાં પણ રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરના સ્તરની પાસે પહોંચતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં આશરે 1 ટકાની તેજી સાથે 69,191ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો. બુલિયન અને બેઝ મેટલ્સમાં તેજીના પગલે ચાંદીને સપોર્ટ મળી રહ્યો છે.
ચાઈનામાં રિ-ઓપનિંગના કારણે માંગ વધવાની આશાએ ક્રૂડમાં નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ 79 ડૉલરની ઉપર આવ્યા, તો NYMEX ક્રૂડમાં આશરે 1 ટકાની તેજી જોવા મળી, ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ક્રૂડની કિંમતોમાં 8 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
Brokers Top Calls: Bharti Airtel, ONGC સહિત આ સ્ટૉક્સ પર બ્રોકરેજે લગાવ્યો દાવ, શું તમારા પોર્ટફોલિયોમાં કરશો સામેલ
નેચરલ ગેસમાં વોલેટાલિટી આ સપ્તાહે પણ યથાવત્ રહેતી દેખાઈ, સ્થાનિક બજારમાં કિંમતો આશરે 1 ટકાથી વધુ વધીને 321ના સ્તરની ઉપર પહોંચતી દેખાઈ, ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે US નેચરલ ગેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણ આવતા બેઝ મેટલ્સની કિંમતોમાં મજબૂતી જોવા મળી, જ્યાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં તેજી દેખાઈ રહી છે. સ્થાનિક બજારમાં સૌથી વધારે કોપરમાં મજબૂતી જોવા મળી, તો શુક્રવારે lme પર કોપરમાં 6 મહિનાના ઉપલા સ્તરની પાસે કારોબાર દેખાયો, માંગ વધવાની આશાએ બેઝ મેટલ્સમાં મજબૂતી રહી, તો એલ્યુમિનિયમમાં પણ લગભગ 2 ટકાની તેજી જોવા મળી.
હવે એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, જીરામાં તેજીનો ટ્રેન્ડ આજે પણ યથાવત્ છે, NCDEX પર ફરી અપર સર્કિટના કારોબાર સાથે 35,540ના સ્તર જોવા મળી રહ્યા છે, બજારમાં ઓછા સ્ટોકની સામે માંગ વધવાની આશાએ આ વર્ષે ઓગસ્ટ સુધી જીરાની કિંમતો આશરે 25 ટકા વધવાની આશા બની રહી છે, તો કિંમતો પર નિયંત્રણ રાખવા NCDEXએ જીરા પર 2.5%ના વધારાના માર્જિન 30 જાન્યુઆરી સુધી લંબાવ્યા છે, તો હળદર અને ધાણામાં પણ રિકવરી રહી, ધાણામાં 2 ટકા જેટલી મજબૂતી જોવા મળી, તો ગુવાર પેકમાં પણ સારી રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો, જોકે ગત સપ્તાહની તેજી બાદ આજે કપાસિયા ખોળમાં આશરે અડધા ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે.