ક્રૂડ ઓઈલમાં ફરી નીચલા સ્તરેથી સુધારો આવતા બ્રેન્ટના ભાવ 91 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો nymex ક્રૂડમાં પણ 88 ડૉલર ઉપર કામકાજ જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં પણ અઢી ટકાની તેજી સાથે કિંમતો 7278ની આસપાસ કારોબાર કરતી જોવા મળી.
ક્રૂડ ઓઈલમાં ફરી નીચલા સ્તરેથી સુધારો આવતા બ્રેન્ટના ભાવ 91 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો nymex ક્રૂડમાં પણ 88 ડૉલર ઉપર કામકાજ જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં પણ અઢી ટકાની તેજી સાથે કિંમતો 7278ની આસપાસ કારોબાર કરતી જોવા મળી.
કિંમતો વધીને 2 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. મિડલ ઇસ્ટમાં તણાવ વધતા કિંમતોને સપોર્ટ મળ્યો. US ક્રૂડની ઇન્વેન્ટરી 4.4 મિલિયન bbl ઘટી. US વેનેઝુએલા પર લગાવેલ પ્રતિબંધો હળવા કરી શકે છે. USના રિટેલ વેચાણ આંકડા અનુમાન કરતા સારા રહ્યા.
નેચરલ ગેસમાં ફ્લેટ કામકાજ રહેતા સ્થાનિક બજારમાં 256ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનામાં સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા કિંમતોમાં ઉછાળો નોંધાયો, જ્યાં comex પર ભાવ 1939 ડૉલરની સાતરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં અડધા ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે..ઉલ્લેખનિય છે કે ઇઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધથી સેફ હેવન બાઈંગ વધતા સોનાની કિંમતો 4 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ.
કિંમતો વધીને 4 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચી. ઇઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધથી સેફ હેવન બાઈંગ વધ્યું. આજે ચાઈનાના Q3 GDP આંકડા પર ફોકસ છે. MCX પર સોનામાં 100 પ્રતિ 10 ગ્રામનો વધારો થયો. MCX પર ચાંદીમાં 600 પ્રતિ 10 ગ્રામનો વધારો થયો.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધની સોના પર અસર
એક સપ્તાહમાં સોનું 125 ડૉલર ઉછળ્યું હતું. યુદ્ધના કારણે સોનાની સેફ હેવન માગ સતત વધી રહી છે. યુદ્ધનીઆર્થિક અસરથી બચવા સેન્ટ્રલ બેન્કો વ્યાજ દરમાં વધારો અટકાવી શકે છે. સ્થાનિક બજારમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામે 62,000-65,000 થવાની ધારણા છે. યુદ્ધ વધતા વૈશ્વિક બજારમાં ભાવ 2100 ડૉલરની ઉપર પહોંચી શકે છે.
સોના સાથે ચાંદીમાં પણ સારી મજબૂતી રહી, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની ઉપર આવ્યા, તો સ્થાનિક બજારમાં 72,280ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.
ચાઈનાના Q3 GDP આંકડા અનુમાન કરતા સારા રહ્યા હોવાથી મેટલ્સમાં મજબૂતી જોવા મળી રહી છે. જ્યાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં નીચલા સ્તરેથી રિકવરી રહેતી દેખાઈ, ઉલ્લેખનિય છે કે ત્રીજા ત્રિમાસિકમાં ચાઈનાનો GDP ગ્રોથ 0.8%થી વધીને 1.3% પર પહોંચ્યો છે..જેને પોઝિટીવ સપોર્ટ મેટલ્સને મળ્યો છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગુવાર પેકમાં અડધા ટકાથી વધુની તેજી જોવા મળી, પણ કપાસિયા ખોળમાં અડધા ટકાથી વધુનો ઘટાડો નોંધાયો, પણ મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં હળદરમાં પોઝિટીવ ટ્રેન્ડ છે, તો જીરામાં ફરી નફાવસુલીનું દબાણ બનતું દેખાયું. જ્યારે એરંડામાં ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ બની રહ્યું છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.