સોનું ખરીદવા સાથે જોડાયેલા 5 મોટા ભ્રમ, શું છે તેની હકીકત?
કેટલાક માને છે કે, સોનું માત્ર આર્થિક સંકટના સમયે જ ઉપયોગી છે, તો કેટલાકને લાગે છે કે તે ફક્ત શ્રીમંતો માટે છે. આ ભ્રમોને કારણે ઘણા લોકો સોનામાં રોકાણ કરવાથી ખચકાય છે. નિષ્ણાંતોએ સોના સાથે જોડાયેલા 5 મોટા ભ્રમોની હકીકત જણાવી અને સમજાવ્યું કે સોનું આજે પણ કેમ સ્માર્ટ રોકાણ છે.
ડિજિટલ સોનું અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ જેવા વિકલ્પોએ તેને નવી પેઢી માટે પણ આકર્ષક બનાવ્યું છે.
ભારતમાં સોનું હંમેશાં લોકપ્રિય રોકાણનું સાધન રહ્યું છે, પરંતુ તેની સાથે જોડાયેલા અનેક ભ્રમ આજે પણ લોકોને ગેરમાર્ગે દોરે છે. કેટલાક માને છે કે સોનું માત્ર આર્થિક સંકટના સમયે જ ઉપયોગી છે, તો કેટલાકને લાગે છે કે તે ફક્ત શ્રીમંતો માટે છે. આ ભ્રમોને કારણે ઘણા લોકો સોનામાં રોકાણ કરવાથી ખચકાય છે. નિષ્ણાંતોએ સોના સાથે જોડાયેલા 5 મોટા ભ્રમોની હકીકત જણાવી અને સમજાવ્યું કે સોનું આજે પણ કેમ સ્માર્ટ રોકાણ છે.
ભ્રમ 1: સોનું ફક્ત સંકટના સમયે કામ આવે છે
ઘણા લોકો માને છે કે સોનું ફક્ત આર્થિક સંકટ દરમિયાન જ કામે આવે છે. પરંતુ નિષ્ણાંતોના મતે આ સંપૂર્ણ સત્ય નથી. તેમના મતે, “ઇતિહાસ બતાવે છે કે સોનું સ્થિરતા અને મોંઘવારીથી રક્ષણ આપે છે. શેરબજારના ઉતાર-ચઢાવ વચ્ચે તે તમારી સંપત્તિને સંતુલન આપે છે.”
ભ્રમ 2: દરેક સોનાનું રોકાણ એકસરખું હોય છે
આજે રોકાણકારો પાસે ઘણા વિકલ્પો છે - ફિજિકલ સોનું (દાગીના, સિક્કા), ડિજિટલ સોનું, ગોલ્ડ ETF, મ્યુચ્યુઅલ ફંડ અને સોના સાથે જોડાયેલી કંપનીઓના શેર. છતાં ઘણા માને છે કે બધું એકસરખું છે. શાહ કહે છે, “ફિજિકલ સોનું સીધો માલિકી હક આપે છે, પરંતુ તેની સુરક્ષાની જરૂર પડે છે. જ્યારે ડિજિટલ સોનું અને ETF સરળ અને ટ્રેડિંગ માટે અનુકૂળ છે.” સમજદાર રોકાણકાર પોતાની સુવિધા મુજબ આનું સંતુલન રાખે છે.
ભ્રમ 3: સોનાના ભાવ ખૂબ ઉતાળ ચઢાવવાળા હોય છે
તાજેતરના મહિનાઓમાં સોનાના ભાવમાં ઝડપી વધારો થયો છે, જેના કારણે કેટલાક માને છે કે તેના ભાવમાં ઝડપથી ઉતાર-ચઢાવ આવે છે. નિષ્ણાંતોના મતે, “સોનાના ભાવ બદલાય છે, પરંતુ એટલા નહીં જેટલું લોકો માને છે. શેરની જેમ તેના ભાવમાં તીવ્ર ઉતાર-ચઢાવ નથી આવતા. લાંબા ગાળે તે સ્થિર અને ઉપરની દિશામાં રહે છે.” આથી તે લાંબા ગાળાની સંપત્તિ જાળવણી માટે સારો વિકલ્પ છે.
ભ્રમ 4: સોનું હવે જૂનું થઈ ગયું છે
કેટલાક લોકોને લાગે છે કે સોનામાં રોકાણ એ જૂના જમાનાની વાત છે, પરંતુ હકીકત અલગ છે. ડિજિટલ સોનું અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ જેવા વિકલ્પોએ તેને નવી પેઢી માટે પણ આકર્ષક બનાવ્યું છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, “આંતરરાષ્ટ્રીય બજારોમાં અસ્થિરતા અને વધતી મોંઘવારીને કારણે સોનું આજે પણ મજબૂત અને સમયાનુકૂળ રોકાણ છે. 2024માં સોનાએ રિટર્નની દ્રષ્ટિએ ઘણા એસેટ ક્લાસને પાછળ છોડી દીધા.”
ભ્રમ 5: સોનામાં રોકાણ ફક્ત શ્રીમંતો માટે
આ એવો ભ્રમ છે જેના કારણે ઘણા લોકો રોકાણથી દૂર રહે છે. શાહ કહે છે, “હકીકત એ છે કે નાના રોકાણકારો પણ આજે સરળતાથી સોનું ખરીદી શકે છે.” ગોલ્ડ ETF અને મ્યુચ્યુઅલ ફંડ જેવા વિકલ્પો દ્વારા નાની-નાની રકમથી પણ રોકાણ શરૂ કરી શકાય છે. હવે સોનામાં રોકાણ માટે મોટા દાગીના ખરીદવાની જરૂર નથી. આ બધું ધ્યાનમાં રાખતાં, સોનું દરેક રોકાણકારના પોર્ટફોલિયોનો ભાગ હોવું જોઈએ, જેથી લાંબા ગાળે સારું રિટર્ન મળી શકે.