Currency Check: 3 દિવસની તેજી બાદ આજે રૂપિયો તૂટ્યો, ડૉલર સામે 95.39 પર ખુલ્યો, જાણો કરન્સી માર્કેટની સ્થિતિ
ડૉલર સામે ભારતીય રૂપિયામાં આજે ઘટાડો નોંધાયો છે. 3 દિવસની તેજી બાદ મંગળવારે રૂપિયો 16 પૈસા તૂટીને 95.39 ના સ્તરે ખુલ્યો. જાણો કરન્સી માર્કેટના લેટેસ્ટ અપડેટ અને કારણો.
રૂપિયાના આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો ભૌગોલિક-રાજકીય તણાવ છે.
Currency Check: ફોરેક્સ માર્કેટના રોકાણકારો અને ટ્રેડર્સ માટે આજના લેટેસ્ટ અપડેટ સામે આવ્યા છે. સતત ત્રણ દિવસ સુધી ડૉલર સામે મજબૂત રહ્યા બાદ આજે ભારતીય રૂપિયામાં નરમાશ જોવા મળી છે.મંગળવારે (26 મે) શરૂઆતી કારોબારમાં ભારતીય રૂપિયો 16 પૈસા ઘટીને 95.39 પ્રતિ ડૉલરના સ્તરે ખુલ્યો હતો. નોંધનીય છે કે, અગાઉના સેશનમાં રૂપિયો 95.23 ના સ્તર પર બંધ થયો હતો.
રૂપિયો કેમ ગગડ્યો?
રૂપિયાના આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો ભૌગોલિક-રાજકીય તણાવ છે. મિડલ ઈસ્ટમાં ઈરાન પર અમેરિકાના નવા હુમલાઓને કારણે શાંતિ કરાર થવાની આશા ધૂંધળી બની છે. આ ઉપરાંત, ટ્રેડર્સને મહિનાના અંતમાં (Month-end) જોવા મળતા ફ્લોનું દબાણ પણ વર્તાઈ રહ્યું છે.
રૂપિયાને પડતો અટકાવવામાં RBI ની ભૂમિકા
ફાઇનાન્શિયલ ફર્મ 'ફિનરેક્સ' ના જણાવ્યા અનુસાર, મોટાભાગની એશિયન કરન્સી નબળી હોવા છતાં, ડૉલર સામે રૂપિયામાં મોટો કડાકો બોલતો અટકાવવામાં રિઝર્વ બેંક (RBI) ની સક્રિય ભૂમિકા રહી છે.
RBI દ્વારા બજારમાં સતત ડૉલર વેચવામાં આવી રહ્યા છે, જેનાથી રૂપિયા પર સટ્ટાકીય દબાણ ઘણું ઓછું થયું છે. આ સાથે જ ડોમેસ્ટિક શેરબજારની મજબૂતીએ પણ ભારતીય કરન્સીને મોટો સપોર્ટ આપ્યો છે અને તેને ડૉલર સામે સ્થિર રાખવામાં મદદ કરી છે.
ભવિષ્યનું આઉટલુક નબળું
જોકે, ફિનરેક્સનું માનવું છે કે લાંબા ગાળે રૂપિયાનું આઉટલુક હજુ પણ નબળું દેખાઈ રહ્યું છે. આના મુખ્ય 3 કારણો છે:
ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ
દેશની વધતી આયાત (ઈમ્પોર્ટ)
RBI ની શોર્ટ ડૉલર પોઝિશન અને વધતી કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (CAD)
રિપોર્ટમાં એવી સલાહ આપવામાં આવી છે કે, એક્સપોર્ટર્સ (નિકાસકારો) પોતાનું જોખમ ઘટાડવા ડૉલરમાં આવતા કોઈ પણ ઉછાળા પર ડૉલર વેચવાનું ચાલુ રાખશે. જ્યારે, ઇમ્પોર્ટર્સ (આયાતકારો) આગામી 1 થી 2 મહિનાના પેમેન્ટને સિક્યોર કરવા માટે ડૉલરના ભાવમાં આવતા ઘટાડાનો ફાયદો ઉઠાવી શકે છે.
છેલ્લા 2 વર્ષનો ઇતિહાસ
છેલ્લા બે વર્ષની વાત કરીએ તો, એશિયન કરન્સીમાં રૂપિયો સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સીમાં સામેલ હતો. તેમાં લગભગ 15% નો ઘટાડો નોંધાયો હતો. આ જ સમયગાળામાં ચીનનો યુઆન ઘણો મજબૂત થયો હતો અને ડૉલર ઈન્ડેક્સ 114 થી ઘટીને 99 ના લેવલ પર આવી ગયો હતો.
એશિયન કરન્સીની આજની સ્થિતિ
પાછલા સેશનમાં એશિયન માર્કેટમાં ડૉલર સામે અન્ય કરન્સીમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
મજબૂત કરન્સી: તાઈવાન ડૉલર સૌથી વધુ 0.449% મજબૂત થયો. ત્યારબાદ ફિલિપાઈન પેસો (0.219%), ચીનનો રેનમિન્બી (0.209%), સાઉથ કોરિયન વોન (0.093%) અને સિંગાપોર ડૉલરમાં (0.008%) નો વધારો નોંધાયો હતો.
નબળી કરન્સી: બીજી તરફ, થાઈ બાહત 0.172% તૂટ્યો. આ સાથે ઈન્ડોનેશિયન રૂપિયા (0.152%), મલેશિયન રિંગિટ (0.121%) અને જાપાનીઝ યેનમાં ડૉલર સામે (0.044%) નો ઘટાડો નોંધાયો હતો.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.