એગ્રી કૉમોડિટી સ્પેશલ: બજારમાં નવા પાકની આવક શરૂ થતા મસાલાની માગ વધી
પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં સારા વરસાદની આશા છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા કોર મોનસૂન ક્ષેત્રમાં પર્યાપ્ત વરસાદ રહેશે. કેરળ, કર્ણાટક અને ગોવામાં વધુ વરસાદની અપેક્ષા છે. મેઘાલય, સિક્કીમ, ઉત્તરાખંડ અને હિમાચલમાં સામાન્યથી ઓછો વરસાદ છે.
સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશથી મરચાં આવે છે. કર્ણાટક અને વિસનગરથી હળદરની આવક થાય છે.
આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાસ કરીને મસાલા પેક પર વધુ ફોકસ રહ્યું કેમકે, હોળી બાદ મસાલાની આવક શરૂ થતા લોકોની ખરીદીમાં વધારો થયો, કેમ કે મસાલાની કિંમતોમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો, આ વર્ષે મોટાભાગના લોકો ભેળસેળના ડરથી આખા મસાલા તરફ વળ્યા છે, તો સ્થાનિક સાથે જ વિદેશી મસાલાની માગ પણ વધી રહી છે, આવામાં મસાલા પેકનું આઉટલૂક કેવું બની રહ્યું છે, સાથે જ ટ્રમ્પના ટેરિફની અસર સોયાબીન સાથે ખાદ્ય તેલો પર કેવી અને કેટલી અસર કરશે તે અંગે આજે જાણીએ.
ક્યાં મસાલા ક્યાંથી આવે છે?
સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશથી મરચાં આવે છે. કર્ણાટક અને વિસનગરથી હળદરની આવક થાય છે. મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્રથી ધાણાની આવક થાય છે. રાજસ્થાન અને સૌરાષ્ટ્રથી જીરાની આવક થાય છે. કેરળ, વિયેતનામ અને નાઈજેરિયાથી લવિંગ અને કાળા મરીની આવક થાય છે.
મસાલા પેકમાં દબાણ
સતત બીજા સપ્તાહમાં કિંમતોમાં દબાણ યથાવત્ છે. આ સપ્તાહના 2 દિવસમાં આશરે 7% હળદરની કિંમતો તૂટી છે. સપ્તાહના 4 દિવસની તેજી બાદ જીરાની કિંમતો 1% તૂટી. નફાવસુલીના કારણે જીરામાં નોંધાયો ઘટાડો. ધાણાની કિંમતોમાં પણ નરમાશ જોવા મળી. ₹8000ની નજીક પહોંચ્યા બાદ ધાણાની કિંમતો ઘટી છે.
હળદરમાં કેમ આવી હતી તેજી?
બજારમાં સપ્લાઈ ઘટવાનો સપોર્ટ મળ્યો હતો. માગ વધવાથી પણ કિંમતો વધી હતી. 4 વર્ષની ઉંચાઈ પર એક્સપોર્ટ માગ પહોંચી હતી. ડિસેમ્બર 2024માં 47% વધ્યો હતો એક્સપોર્ટ. નાંદેડમાં ઉત્પાદન 10-15% ઘટી શકે છે. કમોસમી વરસાદના કારણે ઉત્પાદન પર અસર સંભવ છે.
મોનસૂન 2025 પર સ્કાયમેટ
આ વર્ષે સામાન્ય મોનસૂન રહેવાની આગાહી. જૂન-સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદ 103% રહેવાની સંભાવના છે. LPAના 103% વરસાદની આગાહી છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સેન્ટ્રલ અને વેસ્ટર્ન ભાગમાં સામાન્યથી વધુ વરસાદ રહેશે. આસામ, અરૂણાચલ અને જમ્મુ કાશ્મીરમાં સામાન્યથી ઓછો વરસાદ છે. કેરલા, કર્ણાટક, કોંકણ અને ગોવામાં સામાન્ય કરતા વધુ વરસાદ છે. વેસ્ટર્ન ભાગમાં વધુ વરસાદની આશા છે.
લા-નીનો અને અલ-નીનોની અસર ઓછી
આ વર્ષે લા-નીનો નબળું રહ્યું છે, અને અસર પૂરી થઈ રહી છે. અલ-નીનોની આશંકા નથી, જે સામાન્યરીતે મોનસૂનને અસર કરે છે. જૂન કરતા જુલાઈમાં સારો વરસાદ રહેશે.
વિવિધ ભાગમાં મોનસૂનની સ્થિતી
પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં સારા વરસાદની આશા છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા કોર મોનસૂન ક્ષેત્રમાં પર્યાપ્ત વરસાદ રહેશે. કેરળ, કર્ણાટક અને ગોવામાં વધુ વરસાદની અપેક્ષા છે. મેઘાલય, સિક્કીમ, ઉત્તરાખંડ અને હિમાચલમાં સામાન્યથી ઓછો વરસાદ છે.
સોયાબીનમાં ઘટાડો
ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતો ઘટી. 4 મહિનાના નીચલા સ્તરે કિંમતો પહોંચી. CBOT પર ભાવ $975/બુશલની નીચે છે. ચીનના US પર ટેરિફ લગાવવાથી કિંમતો ઘટી. ચીનએ અમેરિકા પર 34% ટેરિફ લગાવ્યા. USની જગ્યાએ બ્રાઝિલથી ઇમ્પોર્ટ ચીન કરશે. ટ્રેડ વૉરના કારણે USથી ઇમ્પોર્ટ પર પ્રતિબંધ લગાવ્યા.
1 મહિના માટે ઘટાડો યથાવત્ છે. ટેરિફ ઓછા થતા સ્થિતી સુધરી શકે છે. 2 થી અઢી વર્ષમાં 70 ટકાથી વધારે કરેક્ટ થયા. ઘણા મોટા ઉછાળા નહીં જોવા મળે. ભારત- એક્સપોર્ટ બની શકે, સ્પોટમાં ભાવ વધી શકે છે.
ટ્રમ્પ ટેરિફની અસર?
ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘટી ખાદ્ય તેલની કિંમતો છે. 4200 રિંગિત સુધી ઘટી પામ તેલની કિંમતો છે. 2 એપ્રિલના રોજ 4500 રિંગિતને પાર ભાવ હતા. 2025ના હાઈથી 4 ટકા ઘટી સનફ્લાવર ઓઈલની કિંમત છે. $1325/ટનની નીચે પહોંચી સનફ્લાવર ઓઈલની કિંમતો છે. 2025ના હાઈથી 5 ટકા ઘટ્યા રાઈના ભાવ છે. 530 યૂરો/ટનની નીચે રાઈની કિંમતો પહોંચી. 2025ના હાઈથી 7%થી વધારે ઘટી સોયાબીનની કિંમતો છે. ફેબ્રુઆરીમાં $1075/બુશલ સુધી સોયાબીનની કિંમતો પહોંચી હતી.