આજે 13 જુલાઈએ ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. માર્કેટમાં ચાંદી 4300 રૂપિયા સસ્તી થઈ છે. જાણો MCX અને દેશના મુખ્ય શહેરોમાં ચાંદીનો લેટેસ્ટ ભાવ શું ચાલી રહ્યો છે.
આજના ઘટાડા પહેલા, નીચા ભાવે થયેલી ખરીદી અને અમેરિકન ડોલરમાં આવેલી નબળાઈને કારણે શુક્રવારે દિલ્હીના ઝવેરી બજારમાં ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી હતી.
Silver Rate Today: જીયોપોલિટિકલ ટેન્શનની સીધી અસર સોના-ચાંદીના બજાર પર જોવા મળી રહી છે. સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે, 13 જુલાઈએ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ચાંદી ખરીદવાનું વિચારતા ગ્રાહકો માટે આ સારા સમાચાર છે, કારણ કે ચાંદીના ભાવમાં 4300 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
MCX અને વિવિધ માર્કેટમાં ચાંદીના લેટેસ્ટ ભાવ
સોમવારે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર શરૂઆતી કારોબારમાં જ ચાંદીનો વાયદા ભાવ 1.93% (એટલે કે 4307 રૂપિયા) તૂટીને 2,18,357 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો. નોંધનીય છે કે, અગાઉના સેશનમાં ચાંદી 2,22,664 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે બંધ થઈ હતી.બુલિયન્સ મુજબ,,ચાંદીની કિંમત 2,18,740 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. IBJA મુજબ, સોમવાર સવાર સુધીમાં ભાવ 2,20,390 રૂપિયા પ્રતિ કિલો રહ્યો. ગુડરિટર્ન્સ મુજબ, ચાંદીનો ભાવ 2,35,000 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યો છે.
દેશના મુખ્ય શહેરોમાં શું છે ચાંદીનો 1 કિલોનો ભાવ? (ગુડરિટર્ન્સ મુજબ)
જો તમે આજે ચાંદીની ખરીદી કરવા જઈ રહ્યા છો, તો જાણી લો તમારા શહેરનો લેટેસ્ટ રેટ:
દિલ્હી: 2,35,000 રૂપિયા
મુંબઈ: 2,35,000 રૂપિયા
કોલકાતા: 2,35,000 રૂપિયા
ચેન્નઈ: 2,40,000 રૂપિયા
પટના: 2,35,000 રૂપિયા
લખનૌ: 2,35,000 રૂપિયા
મેરઠ: 2,35,000 રૂપિયા
ગયા સપ્તાહે કેવો હતો ચાંદીનો મિજાજ?
આજના ઘટાડા પહેલા, નીચા ભાવે થયેલી ખરીદી અને અમેરિકન ડોલરમાં આવેલી નબળાઈને કારણે શુક્રવારે દિલ્હીના ઝવેરી બજારમાં ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી હતી. સળંગ ત્રણ દિવસના ઘટાડા બાદ શુક્રવારે ચાંદી એકસાથે 5,000 રૂપિયા ઉછળીને 2,37,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. જ્યારે ગુરુવારે તે 2,32,000 રૂપિયા પર બંધ થઈ હતી. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હાજર ચાંદીની કિંમત લગભગ 1% ઘટીને 59.54 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.
ભાવ ઘટવા પાછળનું મુખ્ય કારણ શું?
બજારના નિષ્ણાતોનું માનવું છે કે વાયદા બજારમાં રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફાવસૂલી અને વેચવાલીના દબાણને કારણે ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. આ ઉપરાંત, હાજર બજારમાં માંગ નબળી હોવાને કારણે પણ વાયદા ભાવ નીચે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં સોના-ચાંદીના ભાવ માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ વૈશ્વિક પરિબળો પર પણ આધાર રાખે છે.
ચાંદી ખરીદતા પહેલા આ ખાસ ધ્યાનમાં રાખો
ચાંદીની શુદ્ધતા હંમેશા તપાસવી જોઈએ.
999 ફાઈન સિલ્વર (99.9%): આ સૌથી શુદ્ધ ચાંદી ગણાય છે.
925 સ્ટર્લિંગ સિલ્વર (92.5%): આનો ઉપયોગ મોટાભાગે આભૂષણો અને ઘરવખરીનો સામાન બનાવવા માટે થાય છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.