તો સોનાનો કારોબારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં ડૉલરમાં દબાણથી વૈશ્વિક બજારમાં સોનામાં મામૂલી તેજી જોવા મળી છે તો સ્થાનિક બજારમાં 58,360ની આસપાસ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનિય છે કે સતત 4 સપ્તાહના ઘટાડા બાદ આજે સોનામાં નીચલા સ્તરેથી રિકવરી દેખાઈ રહી છે.
ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ લગભગ સાડા 22 ડૉલરની આસપાસ કારોબાર જોવા મળ્યો, જ્યારે સ્થાનિક બજારમાં 70,585ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સપ્લાયની ચિંતા અને ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે NYMEX ક્રૂડમાં રિકવરી આવતા ભાવ 81 ડૉલરની ઉપર પહોંચતા દેખાઈ રહ્યા છે. સાથે જ બ્રેન્ટમાં પણ 85 ડૉલરની ઉપર કારોબાર યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં પણ ક્રૂડમાં પોઝિટીવ કામકાજ થઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહે કિંમતો આશરે 2 ટકા ઘટતી દેખાઈ હતી.
નેચરલ ગેસ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં આજે સ્થાનિક બજારમાં આશરે 4 ટકાથી વધુની તેજી સાથે 220ના સ્તરની આસપાસ કારોબાર રહ્યો, પણ ગત સપ્તાહે USમાં કિંમતો લગભગ 7 ટકા ઘટતી દેખાઈ હતી. USમાં વધુ વ્યાજ દર વધવાની આશંકાએ નેચરલ ગેસની કિંમતો પર અસર જોવા મળી હતી.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણ અને ઓછી ઇન્વેન્ટરીઝના કારણે કોપરની કિંમતો પર પોઝિટીવ અસર જોવા મળી, તો લેડમાં પા ટકાથી વધુની મજબૂતી દેખાય તો એલ્યુમિનિયમ અને ઝિંક લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા. સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કારોબારમાં મેટલ્સમાં તેજી જોવા મળી હતી. જે બાદ મેટલ્સમાં ઉપરના સ્તરેથી દબાણ આવતું જોવા મળ્યું. જેમાં કોપરમાં મામૂલી તેજી જોવા મળી તો બાકી મેટલ્સમાં અડધા ટકાનું દબાણ આવતું જોવા મળ્યું.
ગુવાર પેકમાં રિકવરીની કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં ગુવાર ગમમાં બે ટકા ઉપરની તેજી જોવા મળી રહી છે તો ગુવાર સીડમાં પોણા બે ટકાની તેજી જોવા મળી રહી છે. મસાલા પેકમાં ધાણા પોણા ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. તો જીરા અને હળદર લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો.