શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 4 ટકાથી વધુની તેજી સાથે 295ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 1 પૈસા નબળો થઈને 87.85 પ્રતિ ડૉલરની સામે 87.86 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે USમાં મોંઘવારી દર 3 મહિનામાં સૌથી ઓછો રહેતા વ્યાજ દરમાં કાપની સંભાવના વધી ગઈ છે, જેને કારણે ડૉલરમાં નરમાશ જોવા મળી રહી છે.
US-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ થવાની સંભાવનાએ ક્રૂડ ઓઈલમાં ઉછાળો આવતા, બ્રેન્ટના ભાવ 66 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં પણ 61 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, સ્થાનિક બજારમાં પણ મજબૂતી દેખાઈ હતી, આ સાથે જ અમેરિકાએ રશિયાના રોઝનેફ્ટ, લુકોઇલ પર પ્રતિબંધોની જાહેરાત કરી હોવાથી પણ ક્રૂડને સપોર્ટ મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
કિંમતો વધીને 2 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. છેલ્લા 1 સુપ્તાહમાં ભાવ 7.5% વધ્યા. 5 મહિનામાં સૌથી સારૂ સાપ્તાહિક પ્રદર્શન જોવા મળ્યું. અમેરિકાએ રશિયાના રોઝનેફ્ટ, લુકોઇલ પર પ્રતિબંધોની જાહેરાત કરી. US-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ થવાની આશાએ કિંમતોને સપોર્ટ મળ્યો. EU એ રશિયા પર 19મું પ્રતિબંધ પેકેજ લગાવ્યું.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 4 ટકાથી વધુની તેજી સાથે 295ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
સેન્ટ્રલ બેન્કની બેઠક પહેલા અને USમાં મોંઘવારી દર અનુમાન કરતા ઓછો રહેતા સોનામાં રેકોર્ડ સ્તરેથી વેચવાલી જોવા મળી, જ્યાં, COMEX પર ભાવ 4100 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં ભાવ 1100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 1 લાખ 23 હજારની નીચે આવતા દેખાયા હતા.
સોનામાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં કિંમતો ઘટીને 4100 ડૉલરની સ્તરની નીચે છે. US-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ થવાની આશાએ કિંમતો પર દબાણ રહ્યું. આ સપ્તાહે થનાર સેન્ટ્રલ બેન્કની બેઠક પર બજારની નજર રહેશે.
ચાંદીમાં પણ નરમાશ આવતા અહીં વૈશ્વિક બજારમાં આશરે 1 ટકાના ઘટાડા સાથે 49 ડૉલરની નીચે કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં ભાવ 1100 રૂપિયા પ્રતિ કિલો ઘટીને 1 લાખ 47 હજારની નીચે આવતા દેખાયા હતા. અહીં ઉપલા સ્તરેથી આશરે 6 ટકા જેટલી કિંમતો તૂટી ચુકી છે.
ચાંદીમાં કારોબારની વાત કરીએ તો ગત સપ્તાહે ઉપલા સ્તરેથી નફાવસુલી જોવા મળી. ઉપલા સ્તરેથી ભાવ આશરે 6 ટકા તૂટ્યા. કિંમતો ઓવરવેલ્યુડ ટેરેટરીમાં પ્રવેશી ચુકી છે.
US-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ થવાની આશાએ બેઝ મેટલ્સને સપોર્ટ મળ્યો, જ્યાં શરૂઆતી કારોબારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં તેજી જોવા મળી, સૌથી સારી ખરીદદારી કોપરમાં રહી, આ સાથે જ બેઇજિંગ એક વર્ષ માટે તેના રેર-અર્થ નિકાસ નિયંત્રણો સ્થગિત કરશે તેવા સમાચારના કારણે પણ મેટલ્સને સપોર્ટ મળી રહ્યો છે.
કોપરમાં કારોબારની વાત કરીએ તો ફ્યૂચર્સમાં ભાવ આશરે 3 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. આ સપ્તાહે US-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલને લઈ બેઠક પર નજર રહેશે. બેઇજિંગ એક વર્ષ માટે તેના રેર-અર્થ નિકાસ નિયંત્રણો સ્થગિત કરશે.
નવા વર્ષે પણ માવઠાનો માર. એક નવેમ્બર સુધી માવઠું પીછો નહીં છોડે. આજે 2 જિલ્લામાં ઓરેન્જ. 20માં યલો એલર્ટ. જગતો તાત બેહાલ. પાક નુકસાનથી ખેડૂતોની કમર તૂટી.